Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

આગ્રામાં પ્રેમમાં પાગલ એક સિનીયર ડોક્‍ટરે પોતાની જ જુનિયર ડોક્‍ટરને નિર્દયતાથી મારી નાખીઃ મૃતદેહ ખુલ્લા પ્‍લોટમાં ફેંકી દીધો

આગ્રા: પ્રેમમાં પાગલ એક સીનિયર ડૉક્ટરે પોતાની જ જૂનિયર ડોક્ટરને નિર્દયતાથી મારી નાખી અને તેના મૃતદેહને રસ્તાના કિનારે આવેલા એક ખાલી પ્લોટમાં ફેંકી દીધો. આગ્રાના સરોજિની નાયડુ મેડિકલ કોલેજની જૂનિયર ડૉક્ટર યોગિતા ગૌતમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જાલૌનના મેડિકલ ઓફિસર અને યોગિતા સાથે સાત વર્ષથી રિલેશનમાં રહેતા ડોક્ટર વિવેક તિવારીએ તેની હત્યા કરી હતી.

આગ્રા: પ્રેમમાં પાગલ એક સીનિયર ડૉક્ટરે પોતાની જ જૂનિયર ડોક્ટરને નિર્દયતાથી મારી નાખી અને તેના મૃતદેહને રસ્તાના કિનારે આવેલા એક ખાલી પ્લોટમાં ફેંકી દીધો. આગ્રા (Agra) ના સરોજિની નાયડુ મેડિકલ કોલેજની જૂનિયર ડૉક્ટર યોગિતા ગૌતમની હત્યા (Murder) નો ચોંકાવનારો ખુલાસો થયો છે. જાલૌનના મેડિકલ ઓફિસર અને યોગિતા સાથે સાત વર્ષથી રિલેશનમાં રહેતા ડોક્ટર વિવેક તિવારીએ તેની હત્યા કરી હતી.

આગરાના એસએસપીએ જણાવ્યું કે ડૉક્ટર વિવેકે આ વાત પોલીસને જણાવી છે કે 7 વર્ષથી યોગિતા સાથે રિલેશનશીપમાં હતો. વિવેકે એ વાત પણ સ્વીકારી છે કે તે યોગિતાને મળવા માટે જાલૌનથી આગ્રા આવતો હતો. આ વખતે તે જ્યારે આગ્રા આવ્યો તો યોગિતા સાથે કારમાં જ તેનો કોઈ વાતે ઝગડો થઈ ગયો.

આગ્રાના એસએન મેડિકલ કોલેજમાં સ્ત્રી રોગ વિભાગમાંથી પીજી કરી રહેલી ડૉક્ટર યોગિતાનો મૃતદેહ બુધવારે ડૌકી વિસ્તારમાં એક ખાલી પ્લોટમાંથી મળી આવ્યો હતો. તેના મૃતદેહની ઓળખ થતા યોગિતાનો ભાઈ ડોક્ટર મોહિન્દર કુમાર ગૌતમે ડોક્ટર વિવેક તિવારી પર શંકા વ્યક્ત કરી હતી અને તેના વિરુદ્ધ બહેનનું અપહરણનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ ટીમે મોડી રાતે ડો.વિવેક તિવારીની અટકાયત કરીને પૂછપરછ કરી તો વિવેકે ગુનો કબુલ કરી લીધો.

(5:00 pm IST)