Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

પાકિસ્તાનના લશ્કરી વડાને સાઉદી કીંગે પણ મુલાકાત ન આપીઃ દેશ છોડી જવા કહ્યું

તાજેતરમાં સાઉદી અરેબીયાને મનાવવા અને મુસ્લિમ રાષ્ટ્રોની કાશ્મીર પ્રશ્ને બેઠક બોલાવવા સમજાવવા પાકિસ્તાની લશ્કરના વડા જનરલ બાજવા સાઉદી અરેબીયા ગયા હતા. ન્યુઝ લાઇન આઇએફઇના હેવાલ પ્રમાણે સાઉદીના ક્રાઉન પ્રિન્સ પછી સાઉદી અરેબીયાના કીંગે પણ બાજવાને મળવા સાફ ઇન્કાર કરી દીધો હતો. તેમણે રાજવીને મળવા, ત્થા માફી માગવા સુધી તૈયારી બતાવેલ પણ તેમ છતાં ન પાડી દેવાયાનું અને તેમને તુરત જ દેશ છોડી જવા કહેવાયાનું પ્રસિધ્ધ થયું છે.

(5:51 pm IST)