Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જમ્‍મુ કાશ્‍મીરમાં લશ્‍કર-એ-તૈયબાના બે ટોચના કમાન્‍ડર નસીરૂદ્દીન લોન સહિત ૩ને ફંૂકી મારી બદલો લીધો : ૪ દિવસમાં ૬ આતંકી ઠાર : તેમાંથી ૪ આતંકીઓ તો ટોપ ટેનમાં સામેલ છે : પાકિસ્‍તાન લશ્‍કરે એલઓસી ઉપર યુદ્ધ જેવી સ્‍થિતિ પેદા કરી છે : તોપગોળા સાથે મિસાઈલોનો પણ ઉપયોગ

જો કે ભારતીય સેનાની જવાબી કાર્યવાહી દરમિયાન બટલની સામે પાકિસ્‍તાનની ઓલ્‍ડ કાકડી અને ન્‍યુ કાકડી પોસ્‍ટો ઉપર અનેક પાકિસ્‍તાની સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયાના અહેવાલો મળે છે : પાકિસ્‍તાનની કેટલીક ચોકીઓને ભારે નુકશાન : બદલો લેવા ગઈકાલે પણ પાકિસ્‍તાની સેનાએ ગોળીબારો કર્યા અને આજે મિસાઈલ છોડયા : ૩ ભારતીય જવાનો ઘવાયા છે : લશ્‍કરના બે ખચ્‍ચર માર્યો ગયો છે : પાકિસ્‍તાન તરફથી આજે ૫૨' એમએમના તોપગોળાઓ કેરી, બટ્ટલ, બલડોહ ગામોમાના ખેતરોમાં પડતા લોકોમાં ભય ફેલાયેલ : પાકિસ્‍તાની સૈનિકો રેન્‍જ વધારી ૮૨ એમએમનો તોપગોળા છોડે તો ગામના લોકોના ઘર પણ તેની રેન્‍જમાં આવી જાય છે

(6:17 pm IST)