Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોતની શ્રમિક-ગરીબોને ભેટ : માત્ર ૮ રૂપિયામાં ભોજન અપાશે

રાજસ્થાન ૨૧૮ શહેરોમાં ૩પ૮ રસોઈ કેન્દ્રની સ્થાપના : ઈન્દીરા રસોઇ યોજનાનું વરચ્યુંલ લોન્ચિગ કરાયું

જયપુરઃ રાજસ્થાન (Rajasthan)માં રાજકીય સ્થિતિ થાળે પડતાં મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) હવે કામે લાગી ગયા છે. તેમણે ગુરુવારે ઇન્દિરા રસોઇ યોજના લોન્ચ કરી હતી.. જેમાં રાજ્યના મજૂરો અને જરુરિયાતમંદ ગરીબોને માત્ર 8 રુપિયામાં ભોજન મળશે.

CM અશોક ગેહલોતે 20 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિએ આ મહત્વકાંક્ષી યોજના શરૂ કરી. જેના થકી દરરોજ રાજ્યના 1,34000 લોકોનો પેટ ભરાશે. લોકોને રસોઇમાંજ સન્માનજનક રીતે જમવાની સુવિધા રહેશે. રાજ્યના તમામ 213 શહેરોમાં તેના માટે 358 રસોઇની સ્થાપના કરી છે. જેમાં જ્યપુરમાં 20, જોધપુરમાં 16, કોટામાં 14, ભરતપુરમાં 5 અને અન્ય નગર નિગમોમાં 10*10 રસોઇનો સમાવેશ થાય છે.

ઇન્દિરા રસોઇ યોજનાની વિશેષતા

* યોજના હેઠળ દર રોજ 1,34000 લોકોને ભોજન મળશે.
* લોકોને રસોઇમાં જ સન્માનપૂર્વક ભોજનની વ્યવસ્થા.
* માત્ર 8 રુપિયામાં ગુણવત્તાસભર ભોજન ઉપલબ્ધ થશે.
* રાજ્યના તમામ 213 શહેરોમાં 358 રસોઇની સ્થાપના.
* થાળીદીઠ 100 ગ્રા. દાળ, 100 ગ્રા. શાક, 250 ગ્રા. રોટલી અને અથાણુ.
* લંચ સવારે 8:30થી 1:00 અને ડિનર સાંજે 5:00થી 8:00 વાગ્યા સુધી.
* કલેક્ટર દર વર્ષે જિલ્લાની બે સંસ્થાને શ્રેષ્ઠ કામ માટે ઇનામ આપશે.
* દરેક રસોઇમાં CCTV કેમેરા, કમ્પ્યૂટર સિસ્ટમ, નેટની વ્યવસ્થા રહેશે.
* ભોજન લેવા આવનાર દરેક વ્યક્તિનો ફોટો પાડવામાં આવશે.
* ભોજન ખાનારાનો ફોટો અને મોબાઇલ નંબર સિસ્ટમમાં અપલોડ થશે.
* તમામ લાભાર્થીને દરરોજનો ડેટા યોજનાની વેબસાઇટ પર મળી શકશે.

ભાજપના સમયમાં અન્નપૂર્ણા યોજના હતી

આ પહેલાંની રાજસ્થાનમાં ભાજપની સરકારે અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. તેમાં મોબાઇલ નાવ મારફતે લોકોને ભોજપ અપાતુ હતું. પરંતુ ભોજનની ગુણવત્તા અને ચુકવણી અંગે અનેક ખામીઓને પગલે એ યોજના બંધ કરી દેવાઇ હતી. તેના સ્થાને ઇન્દિરા રસોઇ શરૂ કરવામાં આવી છે.

ચેન્નાઇની અમ્મા રસોઇના આધારે યોજના

આ યોજના શરુ કરતા પહેલાં ચકાસણી માટે IAS અધિકારીઓની એક ટીમને અલગ*અલગ રાજ્યોમાં મોકલી હતી. જેમાંથી ચેન્નાઇની અમ્મા રસોઇ સૌથી યોગ્ય લાગી હતી. જેના આધારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ઇન્દિરા રસોઇ શરુ કરવામાં આવી છે.

યોજના અંગેની વેબસાઇટ પણ લોન્ચ

માહિતી અને ટેક્નોલોજીના ઉપયોગથી આ યોજનામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં યોજનાની વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. તેમજ યોજના પર મોનિટરિંહ માટે મોબાઇલ એપ શરૂ કરાઇ છે. જેના દ્વારા નિગમસ્તર, જિલ્લાસ્તર, વિભાગીય સ્તરના અધિકારીઓ દરેક રસોઇનું ઓનલાઇન મોનટરિંગ કરી શકશે. આ યોજનામાં કઇ રસોઇમાં કોણે અને કેટલા લોકોએ ભોજન લીધું તેની રિયલ ટાઇમ દેખરેખ સામાન્ય લોકો પણ કરી શકશે.

થાળીદીઠ ખર્ચ રુ.20, 12 રુપિયા સરકારી ગ્રાન્ટ

રાજ્યભરમાં આશરે 358 રસોઇના સંચાલન માટે એક હજાર કંપનીઓએ ટેન્ડર મોકલ્યા હતા. તેમાં અક્ષયપાત્ર અને કુહાડ ટ્રસ્ટ જેવી જાણીતી સંસ્થાઓ સામેલ હતી. પ્રતિ વ્યક્તિ ભોજનનો કુલ ખર્ચ રુપિયા 20 થશે. જેમાંથી 12 રુપિયા સરાકારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે.

જ્યારે ઇચ્છુક દાતા વ્યક્તિગત, ફર્મ કે સંસ્થા પોતાના ખર્ચે લોકોને ભોજન આપી સકશે. ઔદ્યોગિત અને કોર્પોરેટ કંપનીઓ સોશિયલ રિસ્પોન્સિબ્લિટી (સીએસઆર) ફંડની રકમ આ યોજના પર ખર્ચ કરી શકશે. દાનની રકમ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે તેના માટે બધી જોગવાઇઓ યોજનામાં સામેલ છે.

(8:10 pm IST)