Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રાજકોટમાં કોરોના કેડો મુકતો નથી: સાંજે વધુ 20 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 67 કેસ નોંધાયા:આજે 41 દર્દીઓ સાજા થયા

રાજકોટ: શહેરનાં વિવિધ વિસ્તારમાં આજે સાંજે વધુ 20 અને બપોર સુધીનાં 47 સહિત આજે કુલ 67 કેસ નોંધાયા છે.

આ આંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ 20 પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક  2440એ પહોંચ્યો છે. હાલ 1016 દર્દીઓ  સારવાર હેઠળ છે. આજે 41 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(8:15 pm IST)