Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જો બીડને તેમના સહાયક તરીકે કમલા હેરિસની પસંદગી કરી તે એકદમ યોગ્ય છે : ડેમોક્રેટિક પાર્ટીના વર્ચ્યુઅલ રાષ્ટ્રીય અધિવેશનમાં પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું ઉદબોધન

વિસ્કોસીન : અમેરિકામાં 17 ઓગસ્ટથી ડેમોક્રેટિક પાર્ટીનું 4 દિવસીય  વર્ચ્યુઅલ રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયું છે.જેમાં પ્રેસિડન્ટ પદ માટેની ગઈ ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે પરાજિત થયેલા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને વાઇસ પ્રેસિડન્ટ પદ માટે જો બીડને ઇન્ડિયન આફ્રિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસની પસંદગીને એકદમ યોગ્ય ગણાવતું ઉદબોધન કર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાને બરબાદીની ગર્તામાં ધકેલી રહેલા રિપબ્લિકન પ્રેસિડન્ટને હરાવવા માટે આપણે સહુએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે.તથા તેના વિરુદ્ધ વધુમાં વધુ મતદાન કરાવવાનું છે.

(8:46 pm IST)