Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સરકાર દ્વારા ઇસરોનુ ખાનગીકરણ નહિ કરવામા આવે સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઇ

નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અધ્યક્ષ ડો.કે. સિવને જણાવ્યું કે ઇસરોનું ખાનગીકરણ નહીં થાય. આ વાત સ્પષ્ટ રીતે બધાના મગજમાં ક્લિયર છે. લોકો વચ્ચે એવી ખોટી અફવા છે કે સરકાર ISROનું ખાનગીકરણ કરવા જઇ રહી છે. એવું કંઇ જ નથી.

ISRO તરફથી આયોજિત એક વેબિનાર ‘Unlocking India’s Potential in Space Sector’માં ઇસરો ચીફ સિવને આ વાત કરી હતી. ખાનગી કંપનીઓને સાથે લઇને ચાલવાનો પ્રોગ્રામ છે, જેથી ઇસરો ટેક્નિકલ વિકાસ અને ક્ષમતાનું વિસ્તરણ કરી શકે.

ડો. સિવને જણાવ્યું છે કે ખાનગી કંપનીઓ આ નવી અંતરિક્ષ નીતિ હેઠળ અમારી સાથે સ્પેસ એક્ટિવિટીમાં ભાગ લેશે. પરંતુ મુખ્ય કામ ઇસરો અને તેના વિજ્ઞાની જ કરશે. સ્પેસ સેક્ટરમાં રિફોર્મ્સને લઇને જે નીતિ લાવવાામાં આવી છે તેઓ ઇસરો અને દેશ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

તેનાથી ભારતીય સ્પેસ સેક્ટરમાં પોતાનું નવું નામ બનાવશે. સિવને જણાવ્યું છે કે આ સમયે ઇસરો સંશોધન અને વિકાસ સાથે રોકેટ અને સેટેલાઇટ પણ બનાવે છે. સરકારે અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની જાહેરાત કરી છે. ત્યારબાદ અમે ખાનગી કંપનીઓ પાસેથી તેને બનાવવામાં મદદ લઇશું. જેથી વધુમાં વધુ સેટેલાઇટ છોડી શકાય.

ઇસરો પ્રમુખ સિવને જણાવ્યું છે કે સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓ પાસે ઘણી તક છે. દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોટી સંખ્યામાં સંદેશાવ્યવહાર ઉપગ્રહોની જરૂર પડશે. તેના માટે ખાનગી કંપનીઓ આગળ આવી ઇસરો સાથે કામ કરશે. તેનો અર્થ એવો નથી કે ઇસરોનું ખાનગીકરણ થઈ રહ્યું છે.

(9:53 pm IST)