Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કેલિફોર્નિયા : જંગલોમાં ભીષણ આગ, તાપમાનમાં ભારે વધારો

૩૦થી વધુ જગ્યાએ વીસ હજાર ઘરમાં વીજળી ડૂલ : નાપા કાઉન્ટીનાં જંગલની આગ ૧.૨ લાખ એકરમાં ફેલાતા તેનાથી પાસો રોબલ્સમાં પારો ૪૬ ડિગ્રીએ પહોંચી ગયો

કેલિફોર્નિયા, તા. ૨૦ : અમેરિકાના કેલિફોર્નિયામાં ભયાનક આગ લાગી છે. નાપા કાઉન્ટીનાં જંગલોની આગ . લાખ એકરમાં ફેલાઇ ગઇ છે. તેનાથી પાસો રોબલ્સમાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રીએ પહોંચી ગયો છે. ૧૯૭૦માં અહીં તાપમાન ૪૩ ડિગ્રી થઇ ગયું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે . કરોડ લોકો માટે કાળઝાળ ગરમીનું એલર્ટ જારી કર્યું છે. ૩૦થી વધુ સ્થળોએ આગથી ૨૦ હજાર ઘરો-મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજે ૧૫ લાખ લોકો અંધારામાં રહે છે.

નોર્થ સાન ફ્રાન્સિસ્કોમાં સોનામા અને નાપા કાઉન્ટીમાંથી લોકોને અન્યત્ર ખસેડાયા છે, જ્યાં ડઝનબંધ મકાનો સંપૂર્ણપણે બળી ચૂક્યાં છે. ગવર્નર ગેવિન ન્યૂસમે રાજ્યમાં કટોકટી લાદી દીધી છે. તેમણે આગામી ૪૮ કલાક એલર્ટ રહેવા કહ્યું છે. લોસ એન્જેલ્સના મેયરના જણાવ્યાનુસાર ફાયરકર્મીઓ આગ બુઝાવવા મથી રહ્યા છે. એર ટેક્નર્સ દ્વારા પણ કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કેલિફોર્નિયા ફાયર વિભાગના જણાવ્યાનુસાર વર્ષે કેલિફોર્નિયાનાં જંગલોમાં આગના ,૬૭૨ બનાવ બન્યા છે, જેમાં .૦૪ લાખ એકર જંગલ નષ્ટ થઇ ચૂક્યું છે. ૭૮ મોટાં મકાનો-ઘરોને નુકસાન થયું છે. ગત વર્ષે કેલિફોર્નિયામાં ૮૫ વર્ષની સૌથી ભીષણ આગ લાગી હતી, જેમાં ૩૧ લોકોનાં મોત થયાં હતાં અને સંખ્યાબંધ લોકો  લાપતા થયા હતા. ગત વર્ષે આગના ,૮૬૦ બનાવ બન્યા, જેમાં .૫૯ લાખ એકર જંગલ ખાક થયું હતું.

(10:55 pm IST)