Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

મનીષ સિસોદિયા વિરૂદ્ધ CBI રેડને લઈ અરવિંદ કેજરીવાલનો હુંકાર : કહ્યું - સીબીઆઇને તંગ કરવાનો આદેશ અપાયો, તેનાથી ગભરાવવાનું નથી

હું દેશને ગુડ ન્યૂઝ આપવા આવ્યો છું, તેમાં મનીષ સિસોદિયાની તસવીર સાથે દિલ્હીના શિક્ષણ મોડલની પ્રશંસા કરવામાં આવી : ન્યૂયોર્ક ટાઇમ્સની કોપી સાથે કેજરીવાલનું નિવેદન

નવી દિલ્હી : આબકારી કૌભાંડ મામલે સીબીઆઈએ આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘર સહિત દિલ્હી-NCRની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને મનિષ સિસોદીયાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યુ કે સીબીઆઇને તંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેનાથી ગભરાવવાનું નથી.

કેજરીવાલે આ વચ્ચે ન્યૂયોર્ક ટાઇમ્સની એક કોપી બતાવતા કહ્યુ કે તે દેશને ગુડ ન્યૂઝ આપવા આવ્યા છે, તેમણે કહ્યુ કે તેમાં મનીષ સિસોદિયાની તસવીર સાથે દિલ્હીના શિક્ષણ મોડલની પ્રશંસા કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે એક વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, આજે હું તમને સારા સમાચાર આપવા આવ્યો છું, એક એવા સમાચાર જેનાથી તમે ખુશ થઇ જશો. દરેક ભારતવાસીની છાતી પહોળી થઇ જશે. અમેરિકા વિશ્વના સૌથી શક્તિશાળી અને અમીર દેશ છે. અમેરિકાનું સૌથી મોટુ અખબાર- ન્યૂયોર્ક ટાઇમ્સ છે. જેમાં સમાચાર છપાવવા માટે, છાપવા માટે ઘણી મુશ્કેલી થાય છે. કાલના ન્યૂયોર્ક ટાઇમ્સના ફ્રંટ પેજ પર આ સમાચાર છપાયા છે, વિશ્વના સૌથી શક્તિશાળી દેશના સૌથી મોટા અખબારમાં દિલ્હીના શિક્ષણ મોડલના સમાચાર છપાયા છે. જેમાં લખ્યુ કે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ થઇ રહી છે, સરકારી સ્કૂલ ઘણી શાનદાર બની ગઇ છે. પ્રાઇવેટ સ્કૂલમાંથી નામ હટાવીને લોકો સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી રહ્યા છે. સરકારી સ્કૂલમાં ભણનારા બાળકો પોતાના પરિવારની ગરીબી દૂર કરી રહ્યા છે. ભારત વિશે આટલા સારા સમાચાર છાપવા તમામ ભારત વાસીની છાતી આજે પહોળી છે, હું તમામને શુભેચ્છા પાઠવુ છુ.

જેમાં મનીષ સિસોદિયાની તસવીર છપાઇ છે. ન્યૂયોર્ક ટાઇમ્સના ફ્રંટ પેજ પર આવવા માટે વિશ્વના તમામ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ બેચેન રહે છે કે અમારૂ નામ, અમારી તસવીર આવવી જોઇએ, ત્યા સિસોદિયાજીની તસવીર છપાઇ છે, જેનો અર્થ છે કે સિસોદિયા દેશના જ નહી દિલ્હીના સૌથી સારા શિક્ષણ મંત્રી જાહેર કરવામાં આવ્યા છે.

(8:53 pm IST)