Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં હાહાકાર મચી ગયો: જદોન ગામમાં ભારે વરસાદથી પર્વત ધરાશાયી: ૭ લોકોના મોત

નવી દિલ્‍હીઃ ગત મોડી રાત હિમાચલપ્રેશમાં મંડી જિલ્‍લામાં ભારે મુશળધર વરસાદે રૂદ્ર સ્‍વરૂપ ધારણ કરી હાહાકાર મચાવ્‍યો હતો. ભારે વરસાદને કારણે જદોન ગામમાં પર્વત ધરાશાયી જેમા ૭ લોકોના મોત મરાયા ગયા હોવાનું જાણવા મળે છે.

હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. મંડી જિલ્લાના ગોહર સબ ડિવિઝનના કાશન પંચાયતના જદોન ગામમાં એક જ પરિવારના 7 લોકો પહાડ નીચે દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કાશન પંચાયતના વર્તમાન પ્રમુખ ખેમ સિંહના પાકાં મકાનમાં ઘરની પાછળથી આવતા કાટમાળને કારણે તમામ લોકો દટાઈ ગયા છે.

હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી સાચી સાબિત થઈ છે.  મંડી જિલ્લાના ગોહર સબ ડિવિઝનના પંચાયત કશાનના જદોન ગામમાં એક જ પરિવારના 7 લોકો પહાડી નીચે દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.  ખેમ સિંહના બે માળના મકાનમાં પરિવારના તમામ સભ્યો સૂઈ રહ્યા હતા. આ દરમ્યાન મોડી રાતથી સતત પડી રહેલા ભારે વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઘર સહિત પરિવારના 7 લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા. જેના કારણે કશાન વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ખેમસિંહના પરિવારને બચાવવા માટે ગ્રામજનો દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ હજુ સુધી ઘટનાસ્થળે પહોંચી નથી.

આ તરફ ડઝનેક જગ્યાએ ભારે ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગોહર પ્રશાસનના અધિકારીઓ પણ રોડ બ્લોક થવાને કારણે ભૂસ્ખલનમાં અટવાઈ ગયા છે. બીજી તરફ જાહેર બાંધકામ વિભાગનું જેસીબી મશીન રસ્તાઓ ખુલ્લો કરવાની કામગીરીમાં વ્યસ્ત છે. એસડીએમ ગોહર રમન શર્માએ જણાવ્યું કે, બચાવ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 4 વાગ્યાથી ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે, પરંતુ રસ્તો બંધ હોવાને કારણે ઘટના સ્થળે પહોંચવું મુશ્કેલ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. હાલમાં ભારે વરસાદને જોતા મંડી જિલ્લામાં શનિવારે રજા જાહેર કરવામાં આવી છે.

(11:55 am IST)