Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

બોલ્‍ટની ટેસ્‍ટ કારકીર્દીના અંતનો સંકેતઃ બોલ્‍ટ અને સાઉથીની ફાસ્‍ટ બોલરની જોડી તૂટી

નવી દિલ્‍હી : ન્‍યૂઝીલેન્‍ડના સ્‍ટાર ફાસ્‍ટ બોલર ટેન્‍ટ બોલ્‍ટે તાજેતરમાં જ ક્રિકેટ ન્‍યૂઝીલેન્‍ડના સેન્‍ટ્રલ કોન્‍ટ્રાકટથી પોતાને દુર કરી દીધો છે આ અંગે ન્‍યૂઝીલેન્‍ડના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્‍સમેન ઇયાન સ્‍મિથનું માનવું છે કે આ બોલ્‍ટની ટેસ્‍ટ ક્રિકેટ કારકિર્દીના અંતનો સંકેત છે. દેશના ક્રિકેટ માટે મોટી ખોટ છે ગણાવી હતી.

બોલ્‍ટની તેને સેન્‍ટ્રલ કોન્‍ટ્રાકટમાંથી મુકત કરવાની વિનંતી તાજેતરમાં ન્‍યૂઝિલેન્‍ડ ક્રિકેટ દ્વારા સ્‍વીકારવામાં આવી હતી જેથી કરીને તે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકે અને વિશ્વભરમાં સ્‍થાનિક લીગ રમવા માટે ઉપલબ્‍ધ થઇ શકે. ન્‍યૂઝિલેન્‍ડ માટે ૬૩ ટેસ્‍ટ અને ૯૮ વનડે રમી ચૂકેલા ૬૫ વર્ષીય સ્‍મિથે એમ પણ કહ્યું કે બોલ્‍ટ અને ટિમ તે શરમજનક છે કારણ કે સાઉથી /બોલ્‍ટ કદાચ શ્રેષ્‍ઠ જોડી હતી.

બોલ્‍ટે ૨૦૧૧માં ડેબ્‍યૂ કર્યુ હતું અને સાઉદી સાથે ઘાતક જોડી બનાવી હતી. તેઓએ ૬૫ ટેસ્‍ટમાં ૫૪૧ વિકેટ લીધી હતી અને તેને વિશ્વની સૌથી ઘાતક ઓપનિંગ બોલિંગ જોડી માનવામાં આવે છે.

(3:32 pm IST)