Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ભગવાન શ્રી કૃષ્ણની અશ્લીલ પેઇન્ટિંગ એમેઝોન ઇન્ડિયા ઉપર જોવા મળી: સોશ્યલ મીડિયા ઉપર એમેઝોન બોયકોટનો ટ્રેન્ડ, બહિષ્કારની માંગ

ઈ-કોમર્સ વેબસાઈટ " એમેઝોન ઇન્ડિયા" અને એક્ઝોટિક ઇન્ડિયા" ફરી એકવાર વિવાદમાં છે.  આ વખતે આ વિવાદ એક પેઇન્ટિંગને લઈને થયો હતો.  આ પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણને ખૂબ જ વાંધાજનક અને અશ્લીલ મુદ્રામાં બતાવવામાં આવ્યા છે.  આ પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણ અને રાધાને એક સાથે નગ્ન અવસ્થામાં બતાવવામાં આવ્યા છે.  આ ફોટો પરના વિવાદે હવે ઉગ્ર વલણ અપનાવ્યું છે.  સોશિયલ મીડિયા પર લોકો એમેઝોન બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યા છે.

આ પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણને ખૂબ જ વાંધાજનક અને અશ્લીલ મુદ્રામાં બતાવવામાં આવ્યા છે. આ પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણ અને રાધાને એક પેડ નીચે એક સાથે નગ્ન અવસ્થામાં બતાવવામાં આવ્યા છે.  આ ફોટો પરના વિવાદે હવે ઉગ્ર વલણ અપનાવ્યું છે.  સોશિયલ મીડિયા પર લોકો એમેઝોન બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યા છે.

આ પેઇન્ટિંગ એમેઝોન પર ગીત ગોવિંદા, રાધાકૃષ્ણ ઇન ફોરેસ્ટ લવ નામથી વેચાઈ રહી છે.  જેમાં આ પેઇન્ટિંગની ફ્રેમ સાઈઝ ૧૨×૧૩ ઈંચ આપવામાં આવી છે.

આ પેઇન્ટિંગ જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.  લોકોએ ટ્વિટર પર #Boycott_Amazon ટ્રેન્ડ કરીને પોતાનો ગુસ્સો દર્શાવ્યો.  લોકોએ ટ્વિટર પર લખ્યું છે કે જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પેઇન્ટિંગને આ રીતે પ્રદર્શિત કરવી એ કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવનાઓનું અપમાન છે.

(4:05 pm IST)