Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

૧૧૦ વર્ષ જુના ઇન્ડિયન પોર્ટસ એક્ટમાં ધરખમ સુધારા આવી રહ્યા છે

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ભારતીય બંદરો અધિનિયમ, ૧૯૦૮ માં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેનો ઉદ્દેશ્ય બિન-મુખ્ય બંદરો નથી તેને પણ  રાષ્ટ્રીય સ્તરમાં લાવીને આ ક્ષેત્રમાં વ્યાપક સુધારા લાવવાનો છે. વિવાદોના નિરાકરણ માટે એક નવી મિકેનિઝમ બનાવવી અને સશક્તિકરણ મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (MSDC)નો આ નવા સુધારામાં સમાવેશ થશે.

“ભારતીય પોર્ટ્સ એક્ટ, ૧૯૦૮, ૧૧૦ વર્ષથી વધુ જૂનો છે.  વર્તમાન સમયના માળખાને પ્રતિબિંબિત કરવા, ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને સમાવિષ્ટ કરવા, ઉભરતી પર્યાવરણીય ચિંતાઓને સંબોધિત કરવા અને રાષ્ટ્રીય હિતમાં બંદર ક્ષેત્રના પરામર્શાત્મક વિકાસમાં સહાય કરવા માટે આ અધિનિયમમાં સુધારો કરવામાં આવે તે આવશ્યક બની ગયું છે," તેમ શિપિંગ મંત્રાલયે જણાવ્યું હતું.

(4:41 pm IST)