Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ગુજરાતમાં 'લઠ્ઠાકાંડ' થઈ ગયો, હજારો કરોડની એક્સાઈઝ ચોરી થાય છે, પણ સીબીઆઈ કે ઇડિ રેડ કેમ નથી પાડતી: મુદ્દો દારૂ કૌભાંડનો છે જ નહીં !

નવી દિલ્હી : દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપને અરવિંદ કેજરીવાલથી પરેશાની છે. કેજરીવાલને રોકવા માટે આ બધુ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પીએમ શ્રી મોદી અરવિંદ કેજરીવાલને સારા કામ કરતા રોકવાની કોશિશ કરી રહ્યા છે.

સિસોદિયાએ કહ્યું કે મુદ્દો દારૂ કૌભાંડનો છે જ નહીં. તેમને દારૂના કૌભાંડની ચિંતા નથી. જો તેમને દારૂના  કૌભાંડની ચિંતા હોત તો ગુજરાતમાં દર વર્ષે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની એક્સાઈઝ ચોરી થાય છે. જો મુદ્દો દારૂ કૌભાંડનો હોત તો આજે સીબીઆઈ ગુજરાતમાં હોત, જો મુદ્દો ભ્રષ્ટાચારનો હોત તો સીબીઆઈ બુંદેલખંડ એક્સપ્રેસ વે કૌભાંડની તપાસ કરત. તેમની પરેશાની એ છે કે કેજરીવાલજીને રાષ્ટ્રીય વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે.

(6:46 pm IST)