Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રશિયાના કબજા હેઠળના ક્રિમીઆમાં રશિયન બેઇઝ ઉપર યુક્રેને નવા ડ્રોન હુમલાઓ શરૂ કર્યા

યુક્રેને રશિયાના કબજા હેઠળના ક્રિમીઆમાં રશિયન બેઝ પર નવા હુમલા શરૂ કર્યા છે.  યુક્રેનની સેનાએ આ વિસ્તારોમાં રશિયન ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા છે.
 યુક્રેનિયન પબ્લિક બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે સેવાસ્તાપોલમાં રશિયાના બ્લેક સી ફ્લીટના હેડક્વાર્ટરમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે.  બ્રોડકાસ્ટરે સ્થાનિક મીડિયાને ટાંકીને તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જોકે, આ હુમલાઓની પુષ્ટિ કરી શક્યું નથી.
બીજી તરફ રશિયન મીડિયાએ કહ્યું છે કે ક્રિમિયાના પશ્ચિમ વિસ્તારમાં યુક્રેનના હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે.
છેલ્લા એક અઠવાડિયાથી, યુક્રેન ક્રિમિયામાં રશિયન સૈન્ય મથકો અને હથિયારોના સ્ટોર્સ પર સતત હુમલા કરી રહ્યું છે.  જો કે, યુક્રેને હજુ સુધી આ હુમલાઓની પુષ્ટિ કરી નથી.  રશિયાએ ૨૦૧૪માં ક્રિમિયાને યુક્રેનમાંથી કબજે કરી લીધું હતું.

   
(6:47 pm IST)