Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પાકિસ્તાની PM શેહબાઝ શરીફનું હાવર્ડ યુનિવર્સિટીમાં મોટું નિવેદન : કહ્યું - ભારત સાથે કાયમી શાંતિ સ્થાપવી છે

પાકિસ્તાન વાતચીત દ્વારા ભારત સાથે "કાયમી શાંતિ" રાખવા માંગે છે કારણ કે યુદ્ધ એ કાશ્મીર મુદ્દાને હલ કરવાનો કોઈ વિકલ્પ નથી : શેહબાઝ શરીફ

નવી દિલ્લી : હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળ સાથે વાત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે, પ્રદેશમાં સ્થાયી શાંતિ યુએનના ઠરાવો અનુસાર કાશ્મીર મુદ્દાના ઉકેલ સાથે જોડાયેલી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાન વાતચીત દ્વારા ભારત સાથે "સ્થાયી શાંતિ" ઇચ્છે છે કારણ કે કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે કોઈપણ દેશ માટે યુદ્ધનો વિકલ્પ નથી.

શેહબાઝ શરીફે એમ પણ કહ્યું હતું કે આ ક્ષેત્રમાં ટકાઉ શાંતિ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો મુજબ કાશ્મીર મુદ્દાના ઉકેલ સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું, "પાકિસ્તાન આ ક્ષેત્રમાં શાંતિ જાળવવાનો સંકલ્પ કરે છે અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર આ ક્ષેત્રમાં ટકાઉ શાંતિને કાશ્મીર મુદ્દાના ઉકેલ સાથે જોડવામાં આવી છે. રિપોર્ટમાં તેમને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, અમે વાતચીત દ્વારા ભારત સાથે કાયમી શાંતિ ઇચ્છીએ છીએ કારણ કે યુદ્ધ એ કોઈ પણ દેશ માટે વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે શેહબાઝ શરીફનું આ નિવેદન બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપનારુ છે. કારણ કે અત્યાર સુધી પાકિસ્તાનના એક પણ પ્રધાનમંત્રી તરફથી ભારતને લઈને આવું નિવેદન સામે આવ્યું નથી. શરીફે ધ્યાન દોર્યું હતું કે ઇસ્લામાબાદ અને નવી દિલ્હીમાં વેપાર, અર્થતંત્ર અને તેમના લોકોની સ્થિતિ સુધારવામાં સ્પર્ધા હોવી જોઈએ.

પાકિસ્તાની પીએમે કહ્યું કે પાકિસ્તાન આક્રમણખોર નથી, પરંતુ તેની પરમાણુ સંપત્તિ અને પ્રશિક્ષિત સૈન્ય અવરોધક છે, તેમણે ઉમેર્યું હતું કે ઇસ્લામાબાદ તેની સેના પર તેમની સરહદોની સુરક્ષા માટે ખર્ચ કરે છે, આક્રમણ માટે નહીં.

પાકિસ્તાનના અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) કાર્યક્રમ અંગેના પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશની આર્થિક કટોકટી તાજેતરના દાયકાઓમાં રાજકીય અસ્થિરતાની સાથે માળખાકીય સમસ્યાઓમાંથી ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનની શરૂઆતથી શરૂઆતના કેટલાક દાયકાઓમાં અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે પરિણામો લાવવાની યોજના, રાષ્ટ્રીય ઇચ્છાશક્તિ અને અમલીકરણની વ્યવસ્થા હતી.

(7:32 pm IST)