Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ ફરી શરૂ તાલિબાને કહ્યું-સુરક્ષાની ખાતરી આપીએ છીએ

અફઘાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્કીએ કહ્યું કે ભારતના 13મા રાજદ્વારી કાબુલ પહોંચી ગયા અને તેમણે પોતાનું કામ ફરી શરૂ કરી દીધું

ભારત અને તાલિબાન સરકાર વચ્ચે ફરી એકવાર રાજદ્વારી સંબંધો શરૂ થયા છે. કાબુલમાં ભારતીય દૂતાવાસમાં સોમવારે કામ શરૂ થયું.  તાલિબાને ભારતના પગલાની પ્રશંસા કરી અને ભારતીય રાજદ્વારીઓને સંપૂર્ણ સમર્થન અને સુરક્ષાની ખાતરી આપી. આ સાથે તાલિબાન સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચીનને અફઘાનિસ્તાનમાં આર્મી બેઝ બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. ત્યારબાદ કાબુલમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે સોમવારથી કાબુલમાં ભારતીય દૂતાવાસમાં ફરીથી કામ શરૂ થઈ ગયું છે. અફઘાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્કીએ  કહ્યું કે ભારતના 13મા રાજદ્વારી કાબુલ પહોંચી ગયા છે અને તેમણે પોતાનું કામ ફરી શરૂ કરી દીધું છે.

બલ્કીએ કહ્યું- અમે ભારતીય રાજદ્વારીઓનું સ્વાગત કર્યું છે અને તેમને અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ સહયોગ અને સુરક્ષાની ખાતરી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાન ભારત સહિત તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે.અફઘાનિસ્તાનમાં આવા ઘણા વિકાસ પ્રોજેક્ટ છે, જે હજુ અધૂરા છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ભારત પાસે ઘણા પ્રોજેક્ટ છે. કેટલાક પૂર્ણ થયા છે. કેટલાક અધૂરા છે. અમે આશા રાખીએ છીએ કે ભારત અફઘાનિસ્તાનના વિકાસ માટે તેમના પર કામ ફરી શરૂ કરશે.

(12:41 am IST)