Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

કાયદા મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું -કોઈ ન્યાયાધીશ 50 કેસોનો નિકાલ કરે છે, તો 100 નવા કેસ દાખલ થાય છે

તેમણે કહ્યું કે, સરકાર અદાલતમાં પેન્ડિંગ કેસ ઘટાડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે

નવી દિલ્હી :કાયદા મંત્રી કિરેન રિજિજૂએ અદાલતમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 5 કરોડની નજીક પહોંચવા ઉપર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જો કોઈ ન્યાયાધીશ 50 કેસોને નિકાલ કરે છે, તો 100 નવા કેસ દાખલ થાય છે કારણ કે લોકો હવે વધુ જાગૃત છે. તેઓ વિવાદોના સમાધાન માટે કોર્ટમાં આવી રહ્યા છે.

રિજિજૂએ શનિવારના રોજ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલના કામકાજ ઉપર એક કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સરકાર અદાલતમાં પેન્ડિંગ કેસ ઘટાડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.

કાયદા મંત્રીએ સંસદના ચોમાસુ સત્રમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, દેશભરની અદાલતમાં 4.83 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. નીચલી અદાલતોમાં 4 કરોડથી વધારે અને સુપ્રીમ કોર્ટમાં 72,000થી વધુ કેસ પેન્ડિંગ છે.તેમણે કહ્યું હતું કે, આર્બિટ્રેશન પરના પ્રસ્તાવિત કાયદાથી વૈકલ્પિક વિવાદ નિરાકરણ મિકેનિઝમ્સ ઉપર નવેસરથી ધ્યાન આપીને અદાલતોમાં કેસોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે

(12:54 am IST)