Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને કોવિદ -19 રસી આપવાનો મુદ્દો : દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (DCPCR) દ્વારા કરાયેલી પિટિશન મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે કોવિડ રસીકરણનો મુદ્દો ઉઠાવતી એક રિટ અરજી પર સોમવારે નોટિસ જારી કરી છે.

ડીસીપીસીઆર (જે વૈધાનિક સંસ્થા છે) તરફથી હાજર રહેલા વકીલ વૃંદા ગ્રોવરે ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને બીવી નાગરથનાની બનેલી બેન્ચને જાણ કરી હતી કે આ વર્ષે મે મહિનામાં અરજી દાખલ કર્યા પછી, ભારતીય સંઘે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને રસીકરણ માટે ઓપરેશનલ માર્ગદર્શિકા જારી કરી છે .પરંતુ તેમાં અમુક ચોખવટ બાકી છે.
 
ડીસીપીસીઆર દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓના પ્રકાશમાં, ખંડપીઠે અરજી પર નોટિસ જારી કરી, અને ઓપરેશનલ ગાઇડલાઇન્સ અંગે ભારતના સોલિસિટર જનરલની મદદ માંગી. અરજી 2 અઠવાડિયા પછી સૂચિબદ્ધ કરવામાં આવશે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:11 pm IST)