Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

મ્‍યાનમારમાં સેનાના હેલિકોપ્‍ટરોનો શાળા પર હવાઇ હુમલોઃ ૭ બાળકો સહિત ૧૩ના મોત

નવી દિલ્‍હી, તા. ર૦ : મ્‍યાનમારમાં સેનાના હેલિકોપ્‍ટરોએ એક સ્‍કૂલ અને ગામ પર હુમલો કરી દીધો. જેમાં ૭ બાળકો સહિત ૧૩ લોકોના મોત નિપજ્‍યાં છે. આ સિવાય અનેક લોકો ઘાયલ પણ થયા છે. સ્‍કૂલ એડમિનિસ્‍ટ્રેટર અને એક સપોર્ટ વર્કરે  જાણકારી આપતા જણાવ્‍યું કે, મ્‍યાનમારમાં સેનાના હેલિકોપ્‍ટરોએ એક સ્‍કૂલ અને ગામ પર હુમલો કરતા ૭ બાળકો સહિત ૧૩ લોકોના મોત નિપજ્‍યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો શુક્રવારના રોજ દેશના બીજા સૌથી મોટા શહેર મંડાલેથી અંદાજે ૧૧૦ કિમી દૂર તબાયિનના લેટ યૉટ કોન ગાવમાં થયો હતો. સ્‍કૂલના એક પ્રશાસકે જણાવ્‍યું હતું કે ગામની ઉત્તરમાં ચારમાંથી બે પ્‍શ-૩૫ હેલિકોપ્‍ટરે મશીનગન અને ભારે હથિયારો સાથે સ્‍કૂલ પર હુમલો કરવાનું શરૂ દીધું. બાદમાં વિદ્યાર્થીઓને ગ્રાઉન્‍ડ ફ્‌લોર પરના વર્ગખંડોમાં સુરક્ષિત સ્‍થાનો પર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો. તેઓએ કહ્યું કે શાળામાં છ વિદ્યાર્થીઓના મોત નિપજ્‍યાં છે અને નજીકના ગામમાં એક ૧૩ વર્ષના છોકરાની પણ ગોળી મારીને હત્‍યા કરી દેવાઇ હતી.

(4:10 pm IST)