Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

લખનઉમાં બેથી વધુ ડૉગી નહીં પાળી શકાય

નવી પોલિસી મુજબ ડૉગીનું લાઇસન્‍સ દર વર્ષે રિન્‍યુ કરાવવાની અને યોગ્‍ય સમયે આવશ્‍યક રસી અપાવવાની જવાબદારી પણ ડોગીના માલિકની રહેશે

લખનૌ, તા.૨૦: શહેરમાં ડૉગીની વસ્‍તી પર નિયંત્રણ લાવવા માટે લખનઉની મહાનગરપાલિકા  ઘરદીઠ મહત્તમ બે ડૉગી પાળવાની છૂટ આપવાની દરખાસ્‍ત પર વિચારણા કરી રહી છે. આ ઉપરાંત ડૉગી પાળવા માટેની લાઇસન્‍સ-ફી પણ ૫૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરવાનું વિચારાઈ રહ્યું છે. શહેરમાં ડૉગી કરડવાની વધી રહેલી ઘટનાઓને ધ્‍યાનમાં રાખીને આ દરખાસ્‍ત પર વિચારણા કરવામાં આવી રહી છે. લખનઉ મહાનગરપાલિકાના ઍનિમલ વેલ્‍ફેર વિભાગના ડિરેક્‍ટર ડૉ. અરવિંદ રાવના જણાવ્‍યા અનુસાર પાળેલાં પ્રાણીઓ માટે, ખાસ કરીને ડૉગી માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરાઈ રહી છે જે મુજબ ડૉગીનો માલિક જાહેર સ્‍થળોએ એને છુટ્ટો નહીં મૂકી શકે તેમ જ એ આજુબાજુના લોકો માટે તકલીફ ન ઊભી કરે એ તેમણે જોવાનું રહેશે.  નવી પૉલિસી મુજબ ડૉગીનું લાઇસન્‍સ દર વર્ષે રિન્‍યુ કરાવવાની અને યોગ્‍ય સમયે આવશ્‍યક રસી અપાવવાની જવાબદારી પણ ડૉગીના માલિકની રહેશે. ડૉગી જ્‍યાં રહેતો હોય એ જગ્‍યા સ્‍વચ્‍છ અને આરામદાયક હોય એ જોવાની જવાબદારી પણ એના માલિકની રહેશે.

(4:14 pm IST)