Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મેગેઝીનમાં દેવી દુર્ગાનો કથિત વિકૃત ફોટો છાપવા બદલ પોલીસ ફરિયાદ : ધરપકડ થતી અટકાવવા ગૌહાટી હાઇકોર્ટે મેગેઝીનના તંત્રી અને ફોટોગ્રાફરના જામીન મંજુર કર્યા : ફરિયાદમાં રહેલા તથ્ય અંગે તપાસ કરવાનો આદેશ કર્યો : રિપોર્ટ આવે ત્યાં સુધી અમુક શરતોને આધીન જામીન મંજુર

ગૌહાટી : દેવી દુર્ગાનો  કથિત વિકૃત ફોટો છાપવા બદલ એક મેગેઝીનના તંત્રી તથા ફોટોગ્રાફર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં તેઓની ધરપકડ ન થાય તે માટે તેઓએ ગૌહાટી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આથી ધરપકડ થતી અટકાવવા ગૌહાટી હાઇકોર્ટે  મેગેઝીનના તંત્રી તથા ફોટોગ્રાફરના જામીન મંજુર કર્યા છે. જસ્ટિસ હિતેશ કુમાર શર્માએ અમુક શરતોને  આધીન જામીન મંજુર કર્યા છે.તથા જામીન અરજીમાં વચગાળાનો આદેશ પસાર કરવામાં આવ્યો છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આ અદાલત સમક્ષ ઉપલબ્ધ સામગ્રીની વિચારણા પર, અત્યાર સુધી, સામગ્રીની તપાસ પર અંતિમ નિર્ણયને આધિન, કેસ ડાયરીમાં, જો કેસ પહેલેથી જ નોંધાયેલ હોય, અરજદારોને આગલી તારીખ નિશ્ચિત થાય ત્યાં સુધી વચગાળાનું રક્ષણ આપવામાં આવે.

અરજદારોએ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એફ આઈ આર નોંધાવી હતી.જે અંગે તપાસ કરવા અને રિપોર્ટ આવે ત્યાં સુધી આગામી મુદત સુધીના જામીન મંજુર કર્યા છે.જે મુજબ આરોપીઓએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.તથા પોલીસ ઓફિસર સમક્ષ બોલાવે ત્યારે હાજર થવાનું રહેશે.તેમજ ફરિયાદીઓ કે સાક્ષીઓને ધાકધમકી કે દબાણ કરી શકશે નહીં.એફ.આઈ.આરના કારણે જો ધરપકડ થાય તો દસ હજાર રૂપિયાના જામીન ઉપર મુક્ત થઇ શકશે તેમ જણાવ્યું હોવાનું  બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:41 am IST)