Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

વિશ્વમાં ભયંકર મંદીના એંધાણ : બ્રિટનમાં લાખો લોકોએ ભોજનમાં કાપ મુક્યો :મોંઘવારીને કારણે નાણાકીય સંકટ

બ્રિટને એનર્જીની કિંમતો ના વધે તે માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી લીધા

નવી દિલ્હી :બ્રિટન (UK)માં લાખો લોકો જીવન જીવવા માટે પાયાની ચીજ-વસ્તુઓની કિંમતો વધી જતાં જીવનમાં સમતોલન જાળવી રાખવા માટે એક સમયનું ભોજન છોડી રહ્યાં છે. ગુરૂવારે એક કંઝ્યુમર ગ્રુપે ચેતવણી આપતા આની જાણકારી આપી છે. હાલમાં જ બ્રિટને એનર્જીની કિંમતો ના વધે તે માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી લીધા છે.

આ સમૂહે પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી છે કે બ્રિટનમાં જો આર્થિક સ્થિતિ સારી થશે નહીં તો અનેક લોકો એનર્જી બાબતે ગરીબીનો સામનો કરશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે આંકડા દર્શાવે છે કે બ્રિટનમાં મોંઘવારી દર સપ્ટેમ્બરમાં 10 ટકાથી ઉપર પહોંચી ગયો છે. બ્રિટનની નવ નિયુક્ત ક્ન્ઝરવેટિવ પાર્ટીના વડાપ્રધાન લઝ ટ્રસ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે.

કંઝ્યુમર ગ્રુપ વિચ ( Which?)એ 3000 લોગો પર કરેલા એક સર્વે પછી કહ્યું કે, બ્રિટનમાં અનેક ઘર ત્રણ ટાઈમ અથવા ચાર ટાઈમ ભોજન લેતા હતા પરંતુ હવે તેનાથી ઓછું ભોજન લઈ રહ્યાં છે.

લગભગ એટલા જ લોકો સંકટથી પહેલાની સરખામણીમાં સ્વાસ્થ્ય ભોજન લેવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતા. લગભગ 80 ટકા લોકોને નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

હેડ ઓફ ફૂડ પોલિસી સુએ ડેવિસે કહ્યું, આ જીવન યાતનની ચીજ-વસ્તુઓની વધતી કિંમતની સમસ્યાની ખુબ જ ખરાબ અસર છે. તેથી લાખો લોકોએ પોતાના ભોજનમાં કાપ મૂકી દીધો છે અથવા હવે તેમની થાળીમાં પોષણયુક્ત ખોરાક ઓછો થઇ ગયો છે.

તે ઉપરાંત આ કંઝ્યુમર ગ્રુપે બુધવારે કહ્યું કે, બ્રિટનની સરકાર એનર્જી કિંમતોને વધવા પર લાગેલા પ્રતિબંધને હટાવવાથી લાખો લોકો શિયાળામાં પોતાના ઘરને સારી રીતે ગરમ પર રાખી શકશે નહીં.

સરકારની નવી નાણાકીય નીતિઓને બદલતા નવા મંત્રી જેરેમી હંટે સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ 2024ની જગ્યાએ 2023ની એપ્રિલમાં જ સરકારની ફ્લેગશિપ એનજ્રી પ્રાઇઝ ફી યોજનાને ખત્મ કરી દે.

બ્રિટનમાં આ દરમિયાન અનેક હડતાલો પણ જેમાં કર્મચારીઓ પગાર વધારવાની માંગ કરી કેમ કે તેઓ વધતી મોંઘવારીનો સામનો કરી શકી રહ્યાં નથી. બ્રિટનમાં ઘણા બધા લોકો કંઝરવેટિવ સરકારની આર્થિક નીતિઓને આના માટે દોષી ઠેરવે છે અને લિઝ ટ્રસ પાસે રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, દુનિયાભરની મસમોટી કંપનીઓના સીઇઓ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે કે, આગામી વર્ષમાં ભયંકર મંદીનો સામનો વિશ્વને કરવો પડશે. તે આર્થિક મંદીના કારણે લાખો લોકોને પોતાના રોજગાર અને નોકરીથી હાથ ધોવા પડી શકે છે. આ મંદી ભારતને ખુબ જ મોટું નુકશાન કરી શકે છે.

ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અનુસાર, આ મંદી ભારતમાં આવશે નહીં. જોકે, ભારતમાં મંદી ન આવવા પાછળ તેમને કોઈ મજબૂત તથ્ય જણાવ્યું નથી. પરંતુ ભારતીય કંપનીઓના સીઈઓ અનુસાર વિશ્વમાં મંદીના એંઘાણ શરૂ થઇ ગયા છે, જે આગામી વર્ષ સુધી ભારતમાં પણ આવી જશે.

ઉપરોક્ત રિપોર્ટ દર્શાવે છે કે, યુકેમાં લાકો મંદીના ભવરમાં ફસાઇ રહ્યાં છે. મંદીમાંથી બહાર આવવા અને મંદી સામે ટકી રહેવા માટે તેમને હાલથી જ એક સમયે ફાંકા કરવાનું શરૂ કરી દીધું છે. તેથી પોતાના સેવિંગ્સને બચાવી શકે અને મંદી સામે લડી શકે. જોકે, ભારતમાં લાખો લોકો એવા છે, જેઓ રોજ કમાય છે અને રોજ ખાય છે, તેમના લોકોનું જીવન મંદીના કારણે મુશ્કેલીમાં મૂકાઇ શકે છે.

આગામી દિવસોમાં ભારતમાં પણ મંદી આવવાની સંપૂર્ણ શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ દર્શાવી રહ્યાં છે. જીવન જીવવાની સ્ટાઇલ બદલવાની સાથે વધારાના ખર્ચાઓ પર બ્રેક લગાવીને સેવિંગ્સ કરવી જરૂરી બની ગયું છે.

(8:08 pm IST)