Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી જાહેર :17 ઉમેદવારોની જાહેરાત

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ માટે 17 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી દીધી છે, કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે પહેલાથી ઉમેદવાર જાહેર કરવાની કવાયત હાથ ધરી હતી

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી ખાસ વાત એ છે કે ભાજપના વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સીટ પર કોંગ્રેસે ચેતરામ ઠાકુરને ટિકિટ આપી છે. ચેતરામ ઠાકુર હાલ હિમાચલ પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ છે.ઉલ્લેખનીય છે  કે હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે અને તમામ સીટો પર 12 નવેમ્બરે એકસાથે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

(11:18 pm IST)