Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

દુષ્કર્મના કેસમાં સજા ભોગવતા પતિને પેરોલ પર છોડવા આદેશ: પત્નીએ સંતાન માટે પતિની પેરોલ માંગી હતી

રાજસ્થાન હાઈકોર્ટના એક નિર્ણયની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા

રાજસ્થાન હાઈકોર્ટના એક નિર્ણયની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. હાઈકોર્ટે બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા દોષિતને 15 દિવસની પેરોલનો આદેશ આપ્યો છે

કોર્ટમાં દોષિતની પત્નીએ તેના પતિને સંતાન માટે જેલમાંથી પેરોલ પર મુક્ત કરવામાં આવે ત્યારે કોર્ટે પણ અરજીને સ્વીકારીને દોષિતને 15 દિવસની પેરોલ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે જેના પગલે તે પોતાનો વંશ વધારી શકે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં આ પહેલીવાર છે કે જ્યારે બળાત્કારના આરોપીને પેરોલ પર છોડવામાં આવ્યો હોય.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2019માં આરોપી રાહુલ વિરુદ્ધ સગીર પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે રાહુલને દોષિત ઠેરવ્યો હતો અને તેને સજા સંભળાવવામાં આવી હતી. દોષિત રાહુલ ઓક્ટોબર 2020થી જેલમાં છે.

(11:33 pm IST)