Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ઇરાકના સૌથી સુરક્ષિત ગ્રીન ઝોનમાં વધુ એક હુમલો : બે રોકેટ છોડાયા

ઇરાકના ગ્રીન ઝોનમાં યુએસ એમ્બેસી સહિત તમામ સરકારી ઇમારતો આવેલી છે.

ઇરાકની રાજધાની બગદાદના સુરક્ષિત ગ્રીન ઝોનમાં બે કાત્યુષા રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈરાકની સરકારી સમાચાર એજન્સીએ રવિવારે સવારે સુરક્ષા દળોને ટાંકીને આ માહિતી આપી હતી. ઇરાકના ગ્રીન ઝોનને ટાર્ગેટ બનાવવું એ પણ મહત્વનું છે કારણ કે યુએસ એમ્બેસી સહિત તમામ સરકારી ઇમારતો અહીં આવેલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોકેટમાંથી એકને સી-રેમ ડિફેન્સ સિસ્ટમની મદદથી નષ્ટ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય વિસ્તારમાં પડ્યો હતો જેમાં બે કારને નુકસાન થયું હતું.

આ પહેલા જુલાઈમાં અમેરિકી દૂતાવાસ પર ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. સેનાએ આ હુમલાની જાણકારી આપી હતી.ઇરાક ઉપરાંત સીરિયામાં અમેરિકન ઠેકાણાઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ આતંકવાદી અને મિલિશિયાના લક્ષ્યો પર યુએસ હવાઈ હુમલાના પ્રતિભાવ તરીકે કરવામાં આવે છે. માર્ચમાં, ઓછામાં ઓછા 10 રોકેટ પશ્ચિમ ઇરાકના એક લશ્કરી એરપોર્ટ પર ફાયર કરવામાં આવ્યા હતા જ્યાં યુએસની આગેવાની હેઠળ ગઠબંધન દળો હાજર છે. ગઠબંધન અને ઈરાકી દળોએ આ માહિતી આપી હતી.

(10:41 pm IST)