Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

શ્રીલંકાના નૌકાદળ નેવીએ 55 તમિલ માછીમારોની ધરપકડ : કરી : તમિલનાડુના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની મદદ માંગી

શ્રીલંકાના અધિકારી માછીમારોને પૂછપરછ માટે નેદુન્થીવુ લઈ ગયા.

શ્રીલંકાના નૌકાદળ નેવી દ્વારા 55 તમિલ માછીમારોની ધરપકડ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ મામલે કેન્દ્ર સરકારની મદદ માંગી છે. સીએમ સ્ટાલિને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરી અને તેમને શ્રીલંકાના નૌકાદળ દ્વારા અત્યાર સુધીમાં 55 તમિલ માછીમારોની ધરપકડ અને 8 બોટ જપ્ત કરવા અંગે માહિતી આપી.છે સીએમ સ્ટાલિને વિદેશ મંત્રીને આ મામલાને વહેલી તકે ઉકેલવા વિનંતી કરી છે.

 

રવિવારે શ્રીલંકાના નૌકાદળે દરિયાઈ સીમા ઓળંગી હોવાનો દાવો કરતા 55 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. તેમની બોટ પણ શ્રીલંકાની સેનાએ જપ્ત કરી લીધી હતી.

ધરપકડ કરાયેલા માછીમારો શનિવારે સવારે પરવાનગી લઈને રામેશ્વરમથી નીકળી ગયા હતા. માછીમારો જ્યારે નેદુન્થીવુ નજીક હતા, ત્યારે શ્રીલંકાના નૌકાદળના પેટ્રોલિંગ દળે તેમને ઘેરી લીધા હતા.

ત્યારબાદ શ્રીલંકાના અધિકારી માછીમારોને પૂછપરછ માટે નેદુન્થીવુ લઈ ગયા. શ્રીલંકાના નૌકાદળે હજુ નક્કી કરવાનું બાકી છે કે શું માછીમારોને કાંગેસન કેમ્પમાં મોકલવા કે પછી તેમને ભારતને પરત સોંપવામાં આવશે

(11:59 pm IST)