Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

લંડનમાં વધશે પ્રતિબંધોઃ નેધરલેન્ડમાં તો લોકડાઉનની જાહેરાત

ક્રિસમસ પહેલા ઓમિક્રોનનો કહેરઃ ધીરે ધીરે કરીને ૮૯ દેશોમાં ફેલાઈ ગયો

લંડન, તા.૨૦: ઓમિક્રોન ધીરે ધીરે કરીને ૮૯ દેશોમાં ફેલાઈ ગયો છે. યુરોપના મોટાભાગના દેશો આ નવા વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. ત્યાં  જે રીતે કેસ વધી રહ્યા છે કે તેને જોઈને લાગે કે આ નવી લહેર છે. ત્યારે નેધરલેન્ડે શનિવારે ક્રિસમસની પહેલા લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જયારે બ્રિટન ક્રિસમસ બાદ ૨ દિવસનું લોકડાઉન લગાવવાની યોજના બનાવી રહ્યું છે. જર્મની સહિત ફ્રાન્સમાં એક નવા વેરિએન્ટથી બચવા માટે કડકાઈ લાગૂ કરાવી દેવામાં આવી છે.

બ્રિટનમાં કોરોનાની વધતી ચિંતાઓની વચ્ચે ક્રિસમસ બાદ ૨ અઠવાડિયાનું લોકડાઉન લાગૂ કરવાની શકયતા છે. અંગ્રેજી અખબાર  અનુસાર યુકેના મંત્રી ક્રિસમસ બાદ બે અઠવાડિયાના લોકડાઉનની યોજના બનાવી રહ્યા છે. જેથી કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિએન્ટને ફેલાતો અટકાવી શકાય. ઓમિક્રોન વેરિએન્ટના ઝડપથી ફેલાવા બાદ ઈંગ્લેન્ડના વર્તમાન પ્લાન બીમાં સિલેકટેડ આયોજન માટે કોરોના સ્વાસ્થ્ય કાર્ડ, થિયેટર અને સિનેમાદ્યરો સહિત વધારે સાર્વજનિક ઈન્ડોર સ્થાનો પર ફેસ માસ્ક ફરજિયાત કરી દીધું છે.

બ્રિટનમાં રોજ કોરોના રિકોર્ડ ટૂટી રહ્યો છે. તેવામાં હોસ્પિટલોમાં દર્દીની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે બ્રિટનમાં કોરોનાના ૯૦૪૧૮ કેસ સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે આ આંકડામાં ૧૦ હજાર મામલા ઓમિક્રોનના છે.

(10:10 am IST)