Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ઘઉં, ચોખા, ચણા સહિત ૭ કોમોડિટીના ફયુચર ટ્રેડીંગ ઉંપર પ્રતિબંધ

મોંઘવારીના ઘુમતા રાક્ષસને રોકવા મોદી સરકારે લીધુ મહત્વનું પગલુઃ પ્રતિબંધ તત્કાલ અસરથી લાગુ : સેબીએ આજે સવારે શેરબજારોને કરી જાણઃ નવા કોન્ટ્રેકટ નહી કરવાના નિર્દેશોઃ સોયાબીન, કાચુ પામતેલ અને મગનો પણ સમાવેશ

નવી દિલ્હી, તા. ૨૦ :  મોંઘવારી ઘટાડવા માટે મોદી સરકારે ઘઉંં, ચોખા, ચણા સહિત ૭ કોમોડીટીના ફયુચર ટ્રેડીંગ ઉંપર પ્રતિબંધ મુકી દીધો છે. બજાર નિયામક સેબીએ આજે શેરબજારોને આવતા આદેશ સુધી ઘઉંં, કાચુ પામતેલ, મગફળી અને કેટલીક અન્ય જણસોમાં નવા ડેરીવેટીવ કોન્ટ્રેકટ શરૂ નહી કરવાનો નિર્દેશ આપ્યો છે. વિજ્ઞિ અનુસાર આ નિર્દેશ તત્કાલ અસરથી લાગુ થઈ ગયો છે. ધાન (બીનબાસમતિ), ઘઉં, સોયાબીન, કાચુ પામતેલ અને મગ માટે નવા કોન્ટ્રાકટની શરૂઆત પર સેબીએ પ્રતિબંધ મુકી દીધો છે.
યાદીમાં ચણા અને સરસવના બીજ અને તેના ડેરીવેટીવ પણ સામેલ છે. આ જણસોમાં ડેરીવેટીવ કોન્ટ્રાકટને આ વર્ષની શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉંથી જ ચાલી રહેલા કોન્ટ્રાકટના બારામાં કોઈપણ નવો સોદો કરવાની પરવાનગી નહિ અપાઈ અને ફકત સોદો પુરો કરવાની જ પરવાનગી અપાશે. નિવેદન અનુસાર આ નિર્દેશ એક વર્ષ માટે લાગુ થયા છે.
અત્રે નોંધનીય છે કે આ મહિને હોલસેલ મોંઘવારીનો દર ૧૪.૨૩ ટકાને પાર કરી ગયો છે અને મોંઘવારીના આ દરમાં ખાદ્યતેલનું મોટુ યોગદાન રહ્યુ છે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થવાથી ઘઉંં, ચોખા, મગના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ખાદ્ય વસ્તુઓની મોંઘવારીનું મોટુ કારણ ફયુચર એકસચેન્જ પર તેનો કારોબાર થતો હોય છે. વાયદા કારોબારમાં કાલ્પનિક રીતે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધારી દેવાય છે અને તેની અસર સપોર્ટ માર્કેટ પર પણ પડે છે અને તેથી લોકોને ખાવાપીવાની ચીજો મોંઘી મળે છે. આ મોંઘવારી પર લગામ લગાવવા સરકારે આ ફેંસલો લીધો છે.

 

(10:51 am IST)