Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કોલ્ડ વેવમાં હાલ નહીં મળે રાહતઃ ઉંત્તર ભારત ઠંડીથી થિજ્યુઃ ૪૮ કલાક ઠંડી ભુક્કા બોલાવશે

દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન ૪.૪ ડિગ્રી, ગુરૂત્તમ ૧૯ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા

નવી દિલ્હી તા.૨૦: દિલ્હી સહિત ઉંત્ત્।ર ભારત હાલ કોલ્ડ વેવથી ઝઝૂમ્બી રહ્યું છે. દિલ્હીમાં આજે સવારે તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. હવામાન મુજબ દિલ્હીમાં મહત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. આઈએમડીએ દિલ્હીમાં દિવસ ભાર કોલ્ડ વેવ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
દેશના મોટા ભાગના વિસ્તારો હાલના સમયે ઠંડીથી કાપી રહ્યા છે. દિલ્હીની ઠંડી એમ પણ દેશભરમાં પ્રખ્યાત છે. આઈએમડી મુજબ હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના તમામ ભાગો બહું ભીષણ કોલ્ડ વેવની ઝપેટમાં છે. ડલ ઝીલ જામી ચૂકી છે. યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં પારો નીચે આવ્યો છે.
આઈએમડીએ મુજબ ન્યૂનતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ ઓછું અથવા તેને બરબાર અને મહત્તમ તાપમાન સામાન્યથી ઓછાથી ઓછું ૪.૫ ડિગ્રી સેલ્સિયલ નીચે નોંધાયું છે તો તેને ઠંડો દિવસ કહેવામાં આવે છે. હવામાન વૈજ્ઞાનિકોએ દિલ્હી, યુપી, મધ્ય પ્રદેશ, જમ્મુ- કાશ્મીર, લદ્દાખ, ઉંત્ત્।રાખંડ અને હિમાચલના અનેક વિસ્તારો કોલ્ડ વેવની ઝપેટમાં હોવાનું જણાવેલ. પહાડોમાં બરફ્ વર્ષાથી મેદાની વિસ્તારમાં ઠંડી વધી ગઈ છે. ગઈકાલે આઈએમડીએ આવતા ૪૮-૭૨ કલાક સુધી ઠંડીની લહેરમાં રાહત ન મળવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. શુક્રવારે રાજસ્થાનમાં ન્યૂનતમ તાપમાન ચુરુમાં સૌથી ઓછા ૨-૬ ડિગ્રી નોંધાયો છે. આ દરમિયાન આઈએમડીએ ભવિષ્યવાણી કરી છે તે નોર્થ-વેસ્ટ ઈન્ડિયામાં આવતા ૩ દિવસો સુધી શીત લહેર જારી કરેશે. આ દરમિયાન ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઠંડી હવા વહી શકે છે. એટલે કે હાલ થોડાક દિવસ બહું સંભાળીને રહેવું પડશે.

 

(11:29 am IST)