Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

વરરાજાને દહેજની માગણી કરવી મોંઘી પડી : કન્યાના પરિવારે મંડપમાં જ લમધારી નાખ્યો : વિડિઓ વાયરલ

નવીદિલ્હીઃ ગાઝિયાબાદના સાહિબાબાદ એક બેન્કવેટ હોલમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો વરરાજાને ઘેરીને મારતા જોવા મળે છે. બાદમાં કેટલાક મહેમાનો દુલ્હનના પરિવારને આમ કરતા રોકી રહ્યા છે. લગ્નમાં આ પ્રકારનો તમાસો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થાય છે.

 વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાના પરિવારજનો વરરાજાને ખેંચીને બહાર જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા  આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે દુલ્હનના સંબંધીઓએ વરરાજાને બરાબરનો મેથી પાક આપ્યો. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે વરરાજાને દહેજ માગવો ભારે પડ્યો.! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હન પક્ષના લોકોએ વરરાજા પર દહેજની માગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

(12:31 pm IST)