Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

દુનિયામાં કોરોનાનો કહેર છતાં આ ડઝનેક દેશોને કોરોના અડકી પણ નથી શકયો : શૂન્ય કેસ

નવી દિલ્હી તા. ૨૦ : દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનથી જયાં ૨૭ કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. જયારે ૫૩ લાખથી વધારે લોકોના જીવ ગયા છે. તેવામાં કેટલાક દેશ એવા છે જયાં લોકો મહામારીથી સુરક્ષિત બચેલા રહ્યા છે. જો કે ૧૨માંથી ૧૦ દ્વીપીય દેશ છે. જેમની વસ્તી ઘણી ઓછી છે. ત્યારે બે એવા દેશો છે. જયાં તાનાશાહી વ્યવસ્થા છે. જેના ચાલતા તેમણે પોતાની બોર્ડરન કડકાઈથી બંધ કરી રાખી છે. આના ચાલતા આ દેશોમાં કોરોનાને ફેલાતો અટકાવવામાં સફળતા મળી છે.

આ દેશો કોરોનાના શૂન્ય મામલાનો રિપોર્ટ નોંધી રહ્યા છે. પરંતુ એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે કેટલાક મામલામાં અહીં રહ્યા હતા. કેમ કે ઉત્ત્।ર કોરિયા અને તુર્કમેનિસ્તાન જેવા દેશ પોતાના સ્વાસ્થ્ય ડેટાના રેકોર્ડ સટીકતાની સાથે આંતરરાષ્ટ્રીય ગ્રુપોની સાથે શેર નથી કરતા.

કુક દ્વીપગ્રુપ : ૧૫ દ્વીપ સમૂહ વાળો એક દેશ પશ્યિમ પ્રશાંતમાં સ્થિત છે. જે ન્યૂઝીલેન્ડથી ૩૨૦૦ કિલોમીટર દૂર છે. કુક દ્વીપગ્રુપમાં આવનારા વિદેશીઓને કવોરેન્ટાઈન રહેવું ફરજિયાત છે. ક્રુજ જહાજો સહિત અન્ય નૌકાઓના આવવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવાયો છે.

માઈક્રોનેશિયા : માઈક્રોનેશિયામાં ૬૦૦થી વધારે દ્વીપોથી બનેલો છે. ડબ્લ્યૂએચઓના જણાવ્યાનુંસાર અહીં કોરોનાના એક પણ મામલા નથી મળ્યા. અનેક દેશોએ મહામારીમાં આ દેશની મદદ પણ કરી હતી.

કિરિબાતી : ૩૨ પ્રવાલ દ્વીપો, વૃતાંકારો કોરલ રીફ અને લાઈમ સ્ટોન દ્વીપ ગ્રુપ મળીને કિરિબાનીનો એક દેશ બને છે. આ હવાઈથી ૩૨૦૦ કિલોમીટરના અંતર પર સ્થિત છે. કિરિબાતી સૌથી શરુઆતના દિવસોમાં પ્રતિબંધ લગાવનાર દેશોમાં લિસ્ટ છે. બહું ઓછી ફલાઈટો અહીં જાય છે.

નાઉરૂ : આ આકારની દ્રષ્ટિએ દુનિયાનો ત્રીજો સૌથી નાનો દેશ છે. આ ફકત ૮ વર્ગ મીલમાં ફેલાયેલો છે. આ વસ્તી લગભગ ૧૦ હજારની નજીક છે. નાઉરૂએ પણ કિરિબાતી જેવા પ્રતિબંધો લાદી કોરોના પર કાબૂ મેળવ્યો છે.

નિયૂ : આ દ્વીપ ન્યૂઝીલેન્ડથી ૨૪૦૦ કિમી પર છે. આ દુનિયાના સૌથી મોટા પ્રવાલ દ્વીપોમાંથી એક છે. કોરોના સામે ન્યૂઝિલેન્ડ આને સતત મદદ કરતું રહ્યું છે.

ઉત્તર કોરિયા : કોરિયા ચીન અને દક્ષિણ કોરિયાની બોર્ડર શેર કરે છે. અનેક લોકોનું કહેવું છે કે અહીં કોરોનાના એક પણ કેસ ન હોવા શકય નથી. જોકે આ દેશે સત્તાવાર રીતે એક પણ કેસની ખરાઈ નથી કરી. જોકે અહી લોકડાઉન અને પ્રવાસ પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા છે. બોર્ડર બંધ રાખી છે.

પિટકેર્ન દ્વીપ સમૂહ : આ ચાર જવાળામૂખી દ્વીપોનો એક સમૂહ છે. જે પ્રશાંતમાં એક માત્ર બ્રિટિશ પ્રવાસી વિસ્તાર છે. મનાય છે કે અહી ૫૦થી ઓછા પર્મનેન્ટ રહેવાસી છે. આ એચએમએસ બાઉન્ટીના નાવિકોના વંશજો દ્વારા વસાવવામાં આવેલ દેશ છે. અહીં કોઈ કેસ નથી. જોકે અમિકાએ અહીં ઉચ્ચ જોખમની ચેતવણી આપી છે.

સેન્ટ હેલેનાઙ્ગઃ સાઉથ એટલાન્ટિકમાં વસેલ આ આઈલેન્ડ છે. જે આફ્રીકાના દક્ષિણ- પશ્ચિમી તટથી ૧૯૫૦ કિમી પર સ્થિત છે. અહીં કેસ ન હોવાની વાત છે.

તોકેલાઉ : દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ૩ ઉષ્ણ કટિબંધીય કોરલ દ્વીપોથી મળીને બનેલો છે. તોકેલાઉ ન્યૂઝિલેન્ડ પર આશ્રિત છે. ૩ કોરલ દ્વીપોનું કુલ ક્ષેત્રફળ ૪ વર્ગ મીલ છે. અહીં એરપોર્ટ નથી. સમુદ્રી જહાજથી જવું પડે છે. ૧૫૦૦ની વસ્તી છે. તે પોતાને અક્ષય ઉર્જાથી સંપૂર્ણ સંચાલિત પહેલો દેશ ગણાવે છે.

ટોંગા : ટોંગાએ મહામારીની શરૂઆતના તબક્કામાં જ ક્રુજ જહાજો પર પ્રતિબંધ લગાવી દીધા હતા. હવાઈ અડ્ડાને બંધ કર્યા અને લોકડાઉન લગાવીને કોરોને દૂર રાખ્યો છે.

તુર્કમેનિસ્તાન : મધ્ય એશિયામાં સ્થિત તુર્કમેનિસ્તાનમાં કોરોના ન પહોંચવાની વાત અનેક સવાલો ઉભા કરે છે. કેમ કે આની બોર્ડર સાથે જોડાયેલા અનેક દેશો ભયંકર કોરોનાથી પીડિત છે. જો કે અહીં એક પણ કેસની ખરાઈ નથી થઈ. સાથે અનેક કડકઈ સાથે બિઝનેસ ટુર, તેમજ અનેક કાર્યક્રોમાં પ્રતિબંધ અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાયું છે.

તવાલુઙ્ગઃ હવાઈ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે તુવાલુ તીન રીફ અને ૬ કોરલ દ્વીપોથી બનેલો છે. આ ૧૦ વર્ગ મીલમાં ફેલાયેલ છે. અને ૧૦, ૦૦૦થી વધારે વસ્તી છે. અહીં પર ફરજિયાત લોકડાઉન લાગૂ છે. સાથે પોતાની સીમાને બંધ કરી કોરોના રોકવામાં સફળ રહ્યો છે.

(3:16 pm IST)