Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

શ્રીરામ પરમાનંદ છેઃ પૂ.મોરારીબાપુ

મુંબઇમાં આયોજીત ''માનસ પરમાનંદ'' ઓનલાઇન શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ તા. ર૦ : ''શ્રીરામ ભગવાન પરમાનંદ છે, શ્રીરામ બ્રહ્મ અને વ્યાપક છે. તે પુરાણ પુરૂષ છે'' તેમ પૂ. મોરારીબાપુએ મુંબઇ ખાતે આયોજીત ''માનસ પરમાનંદ'' ઓનલાઇન શ્રીરામકથાના ત્રીજા દિવસે કહ્યું હતું.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે બીજા દિવસે શ્રીરામકથામા કહ્યું હતું કે નિર્દોષ આનંદ જ પરમાત્મા છે. બીજી છે. ઉત્કર્ષિણી, આપણો ઉત્કર્ષ કરે છે. જ્ઞાન શકિત, ઇશાન શકિત, દંડ શકિત જે તાડકાસૂર, મેઘનાદ, મારિચ, સુબાહુને દંદ પણ એની પાછળ તો નિર્વાણ જ છુપાયું છે.

બાપુએ જણાવ્યું કે આખી કથા કે માનસ ન વાંચી શકો પણ કથાની ભૂમિકારૂપી બીજ પંકિતઓનું ગાન કરો તો પણ બેડો પાર, બુદ્ધ પુરૂષ આપને પ્રેમ કરે કરે તો સમજવું કે અડધો અનુગ્રહ છે, ગુસ્સો કરે તો સમજવું કે મારો જ નહીં, સમગ્ર પરિવાર મુકિતના માર્ગ છે. લોકો બહુ પ્રપંચ કરે છે, એમાંય અર્થજગતમાં તો બહુજ. વિકાસ, વિકાસ, વિકાસ ! જે વિકાસ વિશ્રામ ન આપે એ...

ક્રિયા નામની શકિત આપણને પ્રવૃત કરે છે, ધર્મ જગતે આશ્રિતને મોકળાશ આપવી જોઇએ. સત્ય નામની શકિત આપણને સત્ય તરફ પ્રેરિત કર ેછે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, કોઇપણ સદ્દગ્રંથ-જે પણ રાસ આવે-એનું ચરિત્ર ચિત્રણ, ઘટનાઓ, લીલાઓ યાદ આવવા માંડે, મારા ઠાકુરે આ લીધા કરી, ઠાકુરે પેલી લીલા કરી એવું યાદ આવે એ પ્રથમ સોપાન છે. આ સ્મરણ થતા બીજો અનુભવ થાય સાધકને ઇષ્ટના ચરિત પછી આખાં શરીરમાં પ્રેમની પુલકાવલી, રોમ-રોમમાં ચરિત્રસિંઘુમાં જાણે સ્નાન થવા માંડે, ત્રીજી અવસ્થામાં આંસુ વહેવા માંડે બાપુ કહેઆ બધું એકાતમાં અનુભવવા જેવી ઘટનાઓ છે.ચોથું ઇષ્ટનું સ્વરૂપ-રૂપની ઝાંખી થવા માંડે પછી પરમાનંદનું સુખ થાય પણ પહેલા ગુરૂને પુછવું જોઇએ કે મારો ઇષ્ટ ગ્રંથ કયો ? પછી આત્યંતિક સુખ મળવા માંડે છે. ભગવદકથા સૌથી  મોટી વેકિસન છે અને વેકિસનમાં વેકેશન ન  હોવું જોઇએ.

(3:51 pm IST)