Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

મુસ્લિમો ધર્માંતરણ કરે અને પૂજા પણ કરે : હિન્દુ સંગઠન

ગુરૂગ્રામમાં નમાઝ પર વિવાદ વકર્યો : ગુરૂગ્રામમાં ખુલ્લામાં નમાઝનો વિવાદ ૩ માસથી ચાલે છે

નવી દિલ્હી, તા.૨૦ : દિલ્હી એનસીઆર નજીક આવેલા ગુરુગ્રામ જિલ્લામાં ખુલ્લામાં શુક્રવારની નમાઝ અદા કરવાનો વિરોધ કરવાવાળા એક દક્ષિણપંથી સંગઠને રવિવારે મુસલમાનોને કહ્યું હતું કે, તેઓ બીજીવાર ધર્મંપરિવર્તન કરી હિન્દુ મંદિરોમાં પુજા કરે.

બીજી તરફ ૩૨ દક્ષિણપંથી સંગઠનોના નિકાય સંયુક્ત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ મહાવીર ભારદ્વાજે દાવો કર્યો કે, હરિયાણાના મોટાભાગના મુસલમાનોના પૂર્વજ હિન્દુ સમુદાય સાથે સબંધ રાખતા હતા. તેમણે જણાવ્યું કે, આપણે અહીં મોટા સ્તર પર ઘર વાપસીના કાર્યક્રમનું આયોજન કરી શકીએ છીએ અને તેઓને ફરીથી તેમની જાતિમાં લેવામાં આવશે અને તેમને ખુલ્લા હાથે સ્વીકારવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓની પાસે પુજા માટે પોતાના મંદિર હશે અને નમાઝના મુદ્દાનો અંત આવી જશે. હકીકતમાં ગુરૂગ્રામના સેક્ટર ૩૭માં ખુલ્લામાં નમાઝનો વિવાદ છેલ્લા મહિનાથી ચાલી રહ્યો છે. ઘણી વાર બંને પક્ષો તરફથી એવું લાગ્યું કે, આનો કોઈ હલ નીકળી આવશે પરંતુ દર શુક્રવારે ગુરૂગ્રામના સેક્ટર ૩૭ના વિવાદિત સ્થળને લઈને નવી વાત સામે આવતી રહી પરંતુ ૧૦ ડિસેમ્બરે સીએમ મનોહર લાલ ખટ્ટરના સખત આદેશ પર સમગ્ર હરિયાણામાં સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સીએમ ખટ્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ખુલ્લામાં નમાઝ થવી જોઈએ. તેમણે જણાવ્યું કે, ખુલ્લામાં નમાઝ સહન કરવામાં આવશે નહીં. મુસ્લિમ સમાજના લોકો ખુલ્લામાં નમાઝ કરે, ભલે તેઓ પોતાના ઘરમાં નમાઝ કરે.

સાયબર સિટીમાં ખુલ્લામાં નમાઝનો મામલો લગભગ મહિના પહેલાનો ગરમાયો છે. સેક્ટર ૪૭ના પાર્કિંગ ગ્રાઉન્ડથી સાર્વજનિક સ્થળો પર નમાઝના વિરોધની શરૂઆત થઈ હતી ત્યાર બાદ સેક્ટર ૧૨ અને સેક્ટર ૩૭માં પણ નમાઝનો વિરોધ થવા લાગ્યો. જ્યારે મામલો ગરમાયો ત્યારે હિન્દુ પક્ષો અને મુસ્લિમ સમુદાયના સભ્યોએ બેઠક કરી અને નિર્ણય લીધો કે, ૧૨ મસ્જિદોના સ્થળો સિવાય વધારાની જગ્યાઓ પર નમાઝ કરી શકાશે. એવામાં શુક્રવારે સ્થળો પર નમાઝ પઢવામાં આવી પરંતુ તે પછી પણ લોકો ખુલ્લા પાર્કમાં પહોંચ્યા જેનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો.

(7:38 pm IST)