Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ખાનગીકરણના નામે કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર: ભાજપના સાંસદ વરુણ ગાંધીનો મોટો પ્રહાર

બાંસુરી મહોત્સવના નામે ધન વસુલીની ફરિયાદ આવતા વરુણ ગાંધી ખફા : ખાનગીકરણ અને ઈકોમર્સ દ્વારા થતા તમામ કારોબારને દેશની અર્થવ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો.

નવી દિલ્હી : સંસદીય ક્ષેત્રના બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પોતાની જ સરકાર પર આકરા ચાબખા માર્યા. વરૂણે કહ્યું કે ખાનગીકરણના નામે કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.તેઓ  શહેરના ગાંધી પ્રેક્ષાગૃહમાં જિલ્લાના વેપારીઓની સાથે સંવાદ કરી રહ્યા હતા.

તેમણે વેપારીઓની સમસ્યા અંગે માહિતી મેળવી અને ભરોસો આપ્યો. તેમણે બાંસુરી મહોત્સવના નામે ધન વસુલીની ફરિયાદ આવવા સામે નારાજગી વ્યક્ત કરી. ખાનગીકરણ અને ઈકોમર્સ દ્વારા થઈ રહેલા તમામ કારોબારને દેશની અર્થવ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો.

વરૂણે કહ્યું કે દરેક વસ્તુને નફાની દ્રષ્ટીએ નિહાળવી યોગ્ય નથી. નોકરીઓ આપવાના સ્થાને છિનવવાનું કામ ચાલી રહ્યું છે. ખાનગીકરણના નામે બધુ વેચવામાં આવી રહ્યું છે. તેમણે આહવાન કર્યું કે લોકો હિન્દુ-મુસ્લિમ, જ્ઞાતિવાદની ઝાળમાંથી નીકળે અને સંગઠિત થઈને અવાજ ઉઠાવે તથા દેશ બચાવે.

(12:17 am IST)