Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જમ્મુ માટે 43 અને કાશ્મીર માટે 47 બેઠકોનું સૂચન :ફેરફારમાં પીઓકે પણ આવરી લેવાયું

ડીલીમીટેશન પેનલે જમ્મુ માટે 6 બેઠકો વધારવા સૂચન કર્યું જ્યારે કાશ્મીર માટે 1 બેઠક વધારવા પણ જણાવ્યું

નવી દિલ્હી : ચૂંટણી પંચે નિયુક્ત કરેલી વિધાનસભાની બેઠકોમાં ફેરફાર કરવા માટેની સમિતિ (ડીલિમીટેશન પેનલ)એ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની બેઠકોમાં ફેરફાર કરવા નિર્ણય લીધો છે તો સૂચનો પણ તે માટે આવકાર્યા હતા જે ઉપરથી પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીર પીઓકે સહિતના કાશ્મીરમાં (કાશ્મીર ખીણમાં) વિધાનસભાની એક બેઠક વધારવામાં તથા જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ૬ બેઠકો વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે તે કમિશને જણાવ્યું હતું કે, આથી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ૪૩ બેઠકો થશે. જ્યારે કાશ્મીર ખીણ વિસ્તારની ૪૭ બેઠકો રહેશે પરંતુ તેમાં પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીરની ૨૪ બેઠકો પણ સમાવિષ્ટ છે. પરંતુ તે તો ખાલી રહેવાની છે.

આથી ભારતના કાશ્મીર ખીણ વિસ્તારમાં વિધાનસભાની માત્ર ૨૩ બેઠકો જ રહેશે તેમ સહજ રીતે સમજી શકાય તેમ છે.

(12:56 am IST)