Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કાયદો બધા માટે સમાન : જેલમાં સ્પેશિઅલ ફૂડ ,પ્રોટીન ,તથા મલ્ટી વિટામિન ધરાવતા ખોરાક માટેની ઓલમ્પિક એવોર્ડ વિજેતા સુશીલકુમારની માંગણી દિલ્હી કોર્ટે નકારી

ન્યુદિલ્હી : ઓલમ્પિક એવોર્ડ વિજેતા સુશીલકુમારએ જેલમાં સ્પેશિઅલ ફૂડ ,પ્રોટીન ,તથા મલ્ટી વિટામિન ધરાવતા ખોરાકની માંગણી કરી હતી. જે દિલ્હી કોર્ટે નકારી  કાઢી છે. જેના કારણમાં જણાવ્યું છે કે કાયદો બધા માટે સમાન છે.

રોહિણી કોર્ટ્સના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સત્વીરસિંહ લાંબાએ જણાવ્યું હતું કે સુશીલ કુમારની તમામ પાયાની જરૂરિયાતોનું દિલ્હી જેલના નિયમ, 2018 ની જોગવાઈઓ મુજબ ધ્યાન રાખવામાં આવે છે . તેમને કોઈ વિશેષ સગવડતા  આપી શકાતી નથી.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે દરેક નાગરિક માટે સમાનતાનો અધિકાર એ ભારતીય બંધારણનો મૂળભૂત પાયો  છે. તે કોઈપણ વ્યક્તિને તેના પદ, હોદ્દો, કે સમૃદ્ધિ મુજબ વિશેષ  સગવડ આપી શકતો નથી. કાયદામાં ગરીબ કે તવંગર બધા સમાન છે.

ઉલ્લેખનીય છે કે સુશીલ કુમારછત્રસાલ  સ્ટેડિયમ હત્યા કેસ મામલે ન્યાયિક કસ્ટડીમાં છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)