Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મુંબઈમાં એકધારો વરસાદઃ રેડએલર્ટ જાહેર

શહેરનું જનજીવન ખોરવાયુઃ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

મુંબઈ, તા. ૧૦ :. મુંબઈમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેનેે કારણે હવામાન ખાતાએ રેડએલર્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયુ છે. હવામાન ખાતાએ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરી કેટલાક સ્થળે ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે વિઝીબીલીટી ઘટી ગઈ છે અને અકસ્માતોનો ખતરો વધી ગયો છે. શહેરમા ભારે વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફીકજામ જોવા મળી રહ્યો છે. પોલીસે મુંબઈવાસીઓને જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવા જણાવ્યુ છે.

મુંબઈમાં નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે તે સાથે બીએમસીના દાવા પણ ખોટા પડયા છે. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયુ છે.

ભારે વરસાદ વચ્ચે આજે દરીયામાં હાઈટાઈડ આવવાની છે જેનાથી મુશ્કેલીનો વધારો થઈ શકે છે.

(10:58 am IST)