Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જગવિખ્યાત કવ્વાલ બેલડી સાબરી બ્રધર્સની જોડી ખંડિત થઈ : કવ્વાલ ફરીદ સાબરીનું દુઃખદ અવસાન

જયપુર : રાજસ્થાનના જયપુરના જાણીતા કવ્વાલ ફરીદ સાબરીનું નિધન થયુ છે. મંગળવાર રાત્રે ફરીદનું સ્વાસ્થ્ય ખરાબ થયુ હતું જે બાદ બુધવાર સવારે તેમનું નિધન થઇ ગયુ છે. રિપોર્ટ્સ અનુસાર, ફરીદ સાબરીને ન્યુમોનિયા થયો હતો, તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ ડૉક્ટર તેમણે બચાવી શક્યા નહતા.

તે પોતાના ભાઇ અમીન સાબરી સાથે મળીને કવ્વાલી ગાતા હતા. હવે સાબરી બ્રધર્સની જોડી તૂટી ગઇ છે. ફરીદ સાબરીના નિધનથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાય ગઈ છે.

(5:59 pm IST)
  • ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બપોર બાદ તોફાની પવન સાથે વરસાદની સંભાવના : ગુજરાતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છેઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છના અમુક ભાગોમાં આજે બપોર બાદ તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે access_time 4:07 pm IST

  • કોરોનાની અસર વડોદરા હવાઇ સેવા ઉપર પડી : વડોદરામાં કોરોનાની અસર હવાઇ સેવા ઉપર પડી, મુસાફરો ન મળતા ર ફલાઇટ કેન્સલ થઇ. વડોદરાથી દિલ્લી અને મુંબઇની ફલાઇટ કેન્સલ થઇ છે. access_time 4:06 pm IST

  • આસામમાં ઓએનજીસીના ૩ કર્મચારીઓનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું : આસામના ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. access_time 4:06 pm IST