Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોંગ્રેસના વધુ નેતાઓને કોરોના વળગ્યો : મનમોહનસિંહ , રાહુલ ગાંધી બાદ અધીર રંજન ચૌધરી અને શશી થરૂરને કોરોના સંક્રમિત

આ અંગે બંને નેતાઓએ ટ્વિટ કરીને જાણકારી આપી

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે રાજકારણીઓ પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. કોંગ્રેસના મજબૂતી સાથે સરકાર પર આકરા પ્રહારો કરનારા દિગ્ગજ નેતા અધિર રંજન ચૌધરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમજ કોંગ્રેસના કેરલના તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ અંગે બંને નેતાઓએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં જ રાહુલ ગાંધી કોરોનાથી સંક્રમિત થયા હતા. તે અગાઉ દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

(9:43 pm IST)
  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કાર્યાલયમાં મંત્રણાનો દોર શરૂ : જે રાજયોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે તે રાજયોની આર્મી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી આમ પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવા વિચાર કરી રહ્યા છે access_time 12:43 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ૨૮મીઍ : ૮ સમિતિઓ વિધિવત રીતે કાર્યરત થશે access_time 4:31 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 119 કેસ સાથે કુલ 516 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:54 pm IST