Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

અમેરિકાના વોશિંગટનમાં ચીની દૂતાવાસ સામે વિરોધ પ્રદર્શન : વોશિંગટન ડી.સી. ઉપરાંત મેરીલેન્ડ ,વર્જિનિયા ,સહિતના પ્રાંતોના ઇન્ડિયન અમેરિકન સંગઠનો જોડાયા

વોશિંગટન :  અમેરિકાના વોશિંગટનમાં ચીની દૂતાવાસ સામે ગઈકાલ રવિવારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.જેમાં વોશિંગટન ડી.સી.ઉપરાંત ,મેરીલેન્ડ ,વર્જિનિયા ,સહિતનાપ્રાંતોના  ઇન્ડિયન અમેરિકન  સંગઠનો  જોડાયા હતા.જેઓએ " ચીની સામ્યવાદ હાય હાય " સહીત સૂત્રો પોકાર્યા હતા તથા બેનરો દર્શાવ્યા હતા.
આ તકે કોમ્યુનિટી અગ્રણીઓએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો ફેલાવો કરવા માટે જવાબદાર ચીન તેના પડોશી રાષ્ટ્રોને પણ હેરાન કરી રહ્યું છે.અને તેઓની જમીનમાં પગપેસારો કરવાની કોશિશ કરી રહ્યું છે.જે હરગીઝ ચલાવી શકાય નહીં

(2:06 pm IST)