Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

વરિષ્ઠ ભાજપ નેતા મુરલી મનોહર જોશીનું ૨૩મીએ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનું ૨૪ જુલાઈએ નિવેદન નોંધાશે

બાબરી મસ્જિદ કેસમાં નિવદેન લેવા તારીખ નક્કી : પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વરિષ્ઠ ભાજપ નેતા મુરલી મનોહર જોશીના વકીલોએ સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટને નિવેદન વીડિયો કોન્ફેસિંગ માધ્યમથી નોંધવા કહ્યું

નવી દિલ્હી, તા. ૨૦ : સીબીઆઈની વિશેષ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વરિષ્ઠ ભાજપ નેતા મુરલી મનોહર જોશીના કોર્ટની સામે નિવેદન નોંધવાની તારીખ નક્કી કરવામાં આવી છે. સીઆરપીસીની કલમ ૩૧૩ હેઠળ અડવાણીનું નિવેદન નોંધવાની તારીખ ૨૪ જુલાઈ નક્કી કરવામાં આવી છે, અડવાણીએ વીડિયો કોન્ફેંસિંગ થકી નિવેદન નોધાવવાનું રહેશે. બાબરી મસ્જિત તોડવાના કેસમાં સુનાવણી કરી રહેલા સ્પેશ્યલ જજ એસ.કે.યાદવે ભાજપ નેતા મુરલી મનોહર જોશીનું નિવેદન નોંધવાની તારીખ ૨૩ જુલાઈ નક્કી કરી છે. અડવાણી અને જોશીના વકીલોએ સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટને તેમના નિવેદન વીડિયો કોન્ફેસિંગના માધ્યમથી નોંધવા કહ્યં હતું, ત્યારબાદ કોર્ટે મંજૂરી આપી છે.

જ્યારે સતીષ પ્રધાનનું નિવેદન લેવાની તારીખ ૨૨ જુલાઈ નક્કી કરી છે. સ્પેશ્યલ કોર્ટે સોમવારે આરોપી સુધીર કક્કડનું નિવેદન નોંધી લીધું છે. વ્યક્તિગત રુપે કોર્ટમાં રજૂ થયા થયા. જોકે, તેમણે પહેલા વીડિયો કોન્ફેસિંગ થકી નિવેદન નોંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પહેલાં ૧૩મી જુલાઈએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહે સીબીઆઈના વિશેષ જજ સમક્ષ નિવેદન આપ્યું હતું. સીબીઆઈની વિશેષ કોર્ટે ગુનાહિત પ્રક્રિયાની કલમ ૩૧૩ હેઠળ ૩૨ આરોપીઓના નિવેદન નોંધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાબરી મસ્જિદ ડિસેમ્બર ૧૯૯૨માં કાર સેવકો દ્વારા ધ્વસ્ત કરવામાં આવી હતી, તેમનો દાવો હતો કે સ્થાન પર ભગવાન રામનું મંદિર હતું. સીબીઆઈની વિશેષ કોર્ટ, સુપ્રીમ કોર્ટના આદેશ પર કેસની રોજેરોજ સુનાવણી કરી રહી છે અને સુનાવણી ૩૧ ઓગષ્ટે પૂર્ણ થશે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે દાયકાઓ જૂના અયોધ્યામાં રામમંદિર વિવાદ પર પોતાના ચુકાદો આપ્યો હતો.

(12:00 am IST)