Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ગુજરાતની માફક હોમ આઈસોલેશનની યુપી સરકારની મંજૂરી : હોસ્પિટલો ફૂલ થતાં નિર્ણય

દર્દી અને તેના પરિવારને હોમ આઈસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય

લખનૌ : ઉત્તરપ્રદેશમાં કોરોના દર્દીઓને હોમ આઈસોલેશનને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા-નિર્દેશ જાહેર કરી છે. રાજ્ય સરકાર નિર્ધારિત પ્રોટોકોલની શરતો સાથે કોરોના દર્દીઓને હોમ આઈસોલેશની મંજુરી આપશે કારણ કે મોટી સંખ્યામાં કોરોનાના લક્ષણ નહી ધરાવતા સંક્રમિત લોકો બિમારી છુપાવી રહ્યાં છે જેનાથી સંક્રમણ વધી રહ્યું છે

 . મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે દર્દી અને તેના પરિવારને હોમ આઈસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય હશે. રાજ્ય સરકાર પાસે કોરોના હોસ્પિટલમાં પુરતી સંખ્યામાં કોવિડ બેડ છે. કોરોનાના બચાવ માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવશે

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, સારી ઈમ્યૂનિટિ કોવિડ-19થી બચવા જરૂરી છે. કોરોનાથી થતાં મોતના દરને નીચા સ્તરે લઈ જવા માટે સ્વાસ્થ્ય વિભાગ અને ચિકિત્સા શિક્ષા વિભાગ અસરકારક કામગીરી કરે. સંક્રમણને નિયંત્રીત કરવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે.

(12:00 am IST)