Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર : મૃત્યુઆંક 12 હજારને પાર : નવા 8240 કેસ સાથે કુલ કેસનો આંક 3,18 695

1,75,029 દર્દીઓ રિકવર થયા : 1,31,334 એક્ટિવ કેસ

મુંબઈ : દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસથી પ્રભાવિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8240 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 176 દર્દીઓના મોત થયાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 12,030 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 3,18,695 કેસ સામે આવી ચુક્યા છે. 131,334 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 54.92% છે.

 મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે આજે રાજ્યમાં કોરોના વાઈરસના 8240 નવા કેસ સામે આવ્યા અને 176 મોત થયા છે  રાજ્યમાં કુલ કેસની સંખ્યા અત્યાર સુધી 3,18,695 છે જેમાંથી 1,75,029 રિકવર થયા છે જ્યારે 1,31,334 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં આજે 5460 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

(12:00 am IST)