Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ઇન્ડિગોમાં જોબ કટઃ ૧૦ ટકા લોકોની જશે નોકરી

નવી દિલ્હી, તા.૨૧: કોરોના કાળને કારણે હજારો-લાખો લોકોની નોકરી જઇ રહી છે. આ કડીમાં ઇન્ડિગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે, ૧૦ ટકા લોકોને છૂટા કરવામાં આવશે.

ઇન્ડિગોને સસ્તી વિમાન સેવા આપનાર કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી રણજય દત્ત્।ાએ સોમવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે ઉભા થયેલા આર્થિક સંકટના કારણે કંપનીને આ નિર્ણય લેવો પડી રહ્યો છે.

દત્તાએ એક નિવેદનમાં કહ્યું કે, તાજેતરની સ્થિતિ અને હાલાતને જોતા કંપની ચલાવતા રહેવા માટે કોઇ બલિદાન આપ્યા વગર આ આર્થિક સંકટથી લડવું અસંભવ થઇ ગયું છે.

તેમણે કહ્યું, 'આવી સ્થિતિમાં, તમામ સંભવિત પગલાઓને ધ્યાનમાં લીધા પછી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે અમારે આપણા કર્મચારીઓને ૧૦ ટકા ઘટાડવા માટે દુઃખદાયક નિર્ણય લેવાની જરૂર રહેશે. ઈન્ડિગોના ઇતિહાસમાં પહેલીવાર આવું દુઃખદ પગલું લેવામાં આવી રહ્યું છે.(૨૩.૪)

(10:14 am IST)