Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

એપ્રિલ-જૂનમાં કેફે કોફી ડેના ૨૮૦ આઉટલેટોને લાગ્યા તાળા

વેચાણમાં ઘટાડાના કારણે કુલ સંખ્યા ઘટી ૧૪૮૦ રહી છે

નવી દિલ્હી તા. ૨૧ : ઘરેલુ કોફી ચેન કોફી ડે (સીસીડી)ના નફા સંબંધિત મુદ્દાનો હવાલો આપીને ભવિષ્યમાં ખર્ચ વધારવાની આશંકાના લીધે ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ તિમાહીમાં ૨૮૦ આઉટલેટોને બંધ કર્યા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેની સાથે તેના આઉટલેટોની કુલ સંખ્યા ઘટીને ૩૦ જુન ૨૦૨૦માં રોજ ૧૪૮૦ રહી ગઇ છે.

કેફે કોફી ડે બ્રાન્ડનું પ્રભુત્વ કોફી ડે ગ્લોબલની પાસે છે. જે કોફી ડે એન્ટરપ્રાઇઝેઝ લિમિટેડ (સીડીઇએલ)ની સહાયક કંપની છે. કોફી ચેને જણાવ્યું કે તેનો અંદાજ દૈનિક વેચાણમાં પણ એપ્રિલ-જૂન તિમાહી દરમિયાન ઘટીને ૧૧,૪૪૫ રહી ગઇ, જે છેલ્લા નાણાકીય વર્ષના સમયગાળામાં ૧૫,૭૩૯ હતી. જોકે તેની વેંડિગ મશીનની સંખ્યા સમીક્ષાધીન તિમાહીમાં વધીને ૫૯,૧૧૫ થઇ ગઇ છે. જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં ૪૯,૩૯૭ હતી.

(10:55 am IST)