Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

શું રાહુલ ગાંધીએ લોકડાઉનમાં બદલ્યો પોતાનો લૂક ?

હેર સ્ટાઈલમાં બદલાવ જોવા મળ્યો અને પહેરવેશમાં પણ બદલાવ જોવા મળ્યો

નવી દિલ્હી, તા.૨૧: કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ લોકડાઉનને લઈને રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રહ્યા છે. લોકડાઉન દરમિયાન રાહુલ ગાંધીએ તમામ ટ્વિટ અને વિડીયો દ્વારા પોતાની વાત રજૂ કરી અને કેન્દ્ર સરકારની ટીકા કરી. આ દરમિયાન રાહુલ ગાંધીનો લૂક થોડો બદલાયેલો જોવા મળ્યો. તેમની હેર સ્ટાઈલમાં બદલાવ જોવા મળ્યો અને પહેરવેશમાં પણ બદલાવ જોવા મળ્યો.

આ વિડીયોમાં રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની આર્થિક અને વિદેશી નીતિઓની ટીકા કરતા જોવા મળ્યા હતા. આ વિડીયોમાં રાહુલ ગાંધીની હેર સ્ટાઈલમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમના ચહેરા પર હળવી દાઢી પણ જોવા મળી રહી છે.જયારે અગાઉના એક વિડીયોમાં રાહુલ ગાંધીનો લૂક અલગ જોવા મળ્યો હતો. જેમાં તેઓ કલીન શેવમાં જોવા મળ્યા હતા અને તેમના માથામાં ઓછા વાળ જોવા મળી રહ્યા હતા.

ત્રણ વર્ષ પહેલા પણ રાહુલ ગાંધીએ તેમનો લૂક બદલવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેઓ બંધગળાના કોટમાં જોવા મળ્યા હતા. જેમાં તેઓ તેમના પિતા જેવા દેખાઈ રહ્યા હતા.

હવે રાહુલ ગાંધીના નવા લૂકને લઈને ટ્વિટર પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ટ્વિટર યૂઝર સવાલ કરી રહ્યા છે કે તેમનો લૂક આટલો બધો કેવી રીતે બદલાઈ ગયો છે.

(11:06 am IST)