Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા ઉપર સફળ રિસર્ચ

ફેટ બાળી નાખે છે : કોરોના નબળો પડે છે અને રીપ્રોડયુસ કરી શકતો નથી : ૫ દિ'ની સારવારમાં પરિણામ

નવી દિલ્હી તા. ૨૧ : કોરોના વાયરસની વેકસીન અને દવા માટે દુનિયાભરમાં શોધ ચાલી રહી છે. તમામ દેશોના વૈજ્ઞાનિક દવા અને વેકસીન ઉપર કામ કરી રહ્યા છે. જેના કારણે સતત નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. હવે બે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોલેસ્ટ્રોલ ઘટાડનારી દવાથી કોરોના દર્દીઓની સારવાર થઈ શકે છે. (ફોડોમાં ડાબી બાજુ પ્રોફેસર યાકોવ અને જમણી બાજુ બેન્જિામન)

જેરૂસાલેમની હિબ્રૂ યુનિવર્સિટીના પ્રોફેસર યાકોવ નહમિયાસ અને ન્યૂયોર્ક ઈકાહન સ્કૂલ ઓફ મેડિસિનના ડો. બેન્જિામન ટેનઓવર છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાની દવા અંગે સ્ટડી કરી રહ્યા હતા. લેબમાં કરવામાં આવેલી સ્ટડી દરમિયાન કોલેસ્ટ્રોલ ઘટાડનારી દવાથી ઘણા સકારાત્મક પરિણામો મળ્યા છે.

પ્રોફેસર નહમિયાસ અને ડો. ટેનઓવરની સ્ટડી દરમિયાન પોતાનું ધ્યાન એ વસ્તુ ઉપર કેન્દ્રિત હતું કે, કેવી રીતે કોરોના વાયરસ દર્દીના ફેફસાંને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકો જાણવા મળ્યું કે વાયરસ કાર્બોહાઈડ્રેડના રુટીન બર્નિંગને રોકી દે છે. જેના કારણે વધારે ફેટ ફેફસાંના સેલમાં જમા થઈ જાય છે.

ડેઈલી મેલ અને medicalxpress.comમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બંને વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સ્ટડીમાં એ સમજવામાં મદદ મળી શકી છે કે શું હાઈ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલવાળા કોરોના દર્દીઓ હાઈ રિસ્ક કેટેગરીમાં જતા રહે છે. હજુ આ અભ્યાસ ચાલુ છે. અંતિમ પરિણામો પછી જ સાચો ખ્યાલ આવશે.

સ્ટડી પ્રમાણે Fenofibrate દવાના ઉપયોગથી ફેફસાના સેલ્સમાં વધારાનો ફેટ બર્ન થાય છે. જેના કારણે કોરોના વાયરસ નબળો પડી જાય છે. અને પોતાને રિપ્રોડ્યૂસ નથી કરી શકતો. લેબ સ્ટડી દરમિયાન માત્ર પાંચ દિવસની સારવાર બાદ વાયરસ ખતમ થઈ જાય છે.

(11:54 am IST)