Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

૧૪ પગ ધરાવતા વંદાનો ફોટો વાઈરલ

નવી દિલ્હી, તા.૨૧: આજકાલ એક કોકરોચ (દરિયાઈ વંદા)નો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ દરિયાર કોકરોચ સિંગાપુરના પીટર એનજી અને તેમના સહયોગીએ દરિયાઈ રિસર્ચ દરમિયાન મળ્યો છે. કોકરોચની ઓળખ હવે એક નવી પ્રજાતિના રૂપમાં કરવામાં આવી છે, જેને 'બાથિનોમસ રકસસા' નામ આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરની રિસર્ચ ટીમને ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવાના કિનારાથી ૧૪ દિવસનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ૧૨,૦૦૦થી વધુ દરિયાઈ જીવ જમા કરવામાં આવ્યા અને તેની અંદર આ કોકરોચ પણ પકડાયો હતો.

આ મોટા કોકરોચનું નામ 'બાથિનોમસ રકસસા' રાખવામાં આવ્યું જેને દરિયાઈ ક્રસ્ટેશિયન પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તે ૨૦ ઈંચ સુધી વધી શકે છે. તેને ૧૪ પગ છે. તે દરિયાના ઊંડા ભાગમાં રહે છે. જે લાંબા સમયથી ખાધા વગર લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.

(11:54 am IST)