Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

હરિદ્વારની મશહૂર હર કી પૌડી પર વીજળી પડતા ભારે નુકસાન: દિવાલ ધરાશાયી :સમગ્ર વિસ્તારમાં કાટમાળ

મોડીરાત્રે ઘટના બની : અખાડા પરિષદના શ્રીમહંત નરેન્દ્ર ગિરી પણ હર કી પૌડી પહોંચ્યા

ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને સતત એલર્ટ જારી કરાયુ છે. આ વચ્ચે હરિદ્વારની મશહૂર હર કી પૌડી પર વીજળી પડવાના કારણે ભારે નુકસાન થયુ છે. અહીં વીજળી પડવાથી દિવાલ ધરાશાયી થઈ અને સમગ્ર વિસ્તારમાં કાટમાળ ફેલાઈ ગયો છે.

સોમવારે મોડી રાતે હરિદ્વારમાં વીજળી પડી જેનાથી હર કી પૌડી પર 80 ફૂટની દિવાલ ધરાશાયી થઈ ગઈ. આ ઘટના હર કી પૌડીમાં બ્રહ્મકુંડ નજીક બની. જોકે, સદ્નસીબે આ ઘટના ઘટી ત્યારે રાતનો સમય હોવાથી અહીં ભીડ હતી નહીં જેથી કોઈને નુકસાન પહોંચ્યુ નથી. વીજળી પડવાની સાથે જ ભારે વરસાદ પણ વરસ્યો.

આ ઘટના બાદ અખાડા પરિષદના શ્રીમહંત નરેન્દ્ર ગિરી પણ હર કી પૌડી પહોંચ્યા. તેમણે અહીંના પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હવે સ્થાનિક વહીવટીતંત્રની મદદથી કાટમાળને દૂર કરવામા આવી રહ્યો છે અને સમગ્ર વિસ્તારને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવી રહ્યો છે.

(12:04 pm IST)